________________
મયણાએ પુનઃ વિવેકથી જવાબ આપે, “પિતાજી કર્મનાં રહસ્યની ગૂઢતાનું સર્વર પરમાત્માએ નિરૂપણ કર્યું છે. તેમના વચનને કેવી રીતે મિથ્યા કહેવાય? અર્થાત્ દરેક જીવ પિતાના શુભાશુભ કર્મ પ્રમાણે સુખ કે દુઃખ ભેગવે છે.”
આમ પિતાપુત્રીને વાર્તાલાપ ચાલે છે ત્યાં તે સાતસો કેઢિયાઓની જાન, ઉબર રાણા (શ્રીપાળ) અને કુતૂહલથી. જોડાયેલા નગરજને દરબારમાં આવી પહોંચ્યા.
સાતસે કોઢિયા, તેમાં કોઈના હોઠ કપાયેલા, કેઈન. આંગળા તે કોઈને હાથ. ઉંબર રાણા પ્રજાપાલ રાજાની નજીક આવી ઊભો રહ્યો. તરત જ રાજેએ જાહેર કર્યું કે, “મયણાસુંદરીને તેના કર્મ ફળ આપ્યું છે. તેનાં લગ્ન આ ઉબર રાણા સાથે કરવામાં આવે છે. ત્યારે રૂપવતી મયણને જોઈને ઉંબર રાણાએ રાજાને આવે અન્યાય ન કરવા કહ્યું. પરંતુ અહંકારના આવેશમાં રાજાએ મયણાને તેની સાથે પરણાવી દીધી. એ કુષ્ટરોગી યુવાન કેણ હતું?
સમૃદ્ધ એવા અંગદેશની મહાનગરી. ચંપાપુરીમાં સિહરથ નામે રાજા હતે. તેને સદ્ગુણી કમળપ્રભા નામે રાણી હતી. તેમને શ્રીપાળ નામે રૂપવાન કુંવર હતે.
રાજારાણ સુખે સમય વ્યતીત કરતાં હતાં. આ સર્વ શુભગ પલકવારમાં અશુભમાં પરિવર્તિત થઈ ગયો. રાજા અસાધ્ય દર્દથી મરણને શરણ થશે. તે સમયે શ્રીપાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org