________________
૯. સારાંશ જ
કર્મોનો સંયોગ, કષાયજનિત પરિણામ, અને અશુભ લેશ્યા આ સર્વ આત્માના અંતરંગ શત્રુઓ છે. તેને, કેવળ સત્પુરૂષાર્થ અને જ્ઞાનઉપયોગ દ્વારા નાશ થઇ શકે છે.
આ પ્રમાણે માનવજીવનના મહાન કર્તવ્ય રૂપ ધર્મનો મર્મ અને કર્મની વિવશતા જાણીને, સાચુ સુખ ક્યાં મળે તેનો નિર્ણય કરવાની જીવમાં જાગૃતિ આવે છે. માટે અભ્યાસીઓ એ આ નાની પુસ્તિકાનો ક્રમશ: અભ્યાસ કરવો, ન સમજાય તો યોગ્ય અધિકારી પાસે જઈને સમજવાનો પ્રયત્ન કરવો, પણ આ પુસ્તિકા ઉપયોગી નથી તેમ માનીને અભરાઈ પર ન સૂકશે. તેનો ઉપયોગ કરજો અને બીજા પાસે કરાવજો.
તમે અભ્યાસ કરો બીજામાં તેની રૂચિ પેદા કરે, અને આ પુસ્તિકાના તમારા સદ્ભાવ અને અનુભવના આધારે, પાંચેક વ્યક્તિ તેનો ઉપયોગ કરે તેવો ઉલ્લાસ રાખી પ્રયાસ જરૂર કરજો. માનવજીવનમાં વાંચન, વિચાર અને વિનિમયના કેવાં ઉત્તમ સાધન મળ્યા છે, તે પ્રત્યે જો આપણું મન આકર્ષાય તો જીવન ધન્ય બની જાય, તે વાત નિ:સંશય માનજો.
આવા પુસ્તક વાંચનમાં કોઈ ગ્રેજ્યુએટની કક્ષા કે કોલેજના શિક્ષણની જરૂર નથી. આવશ્યકતા છે તમારા આત્મવિશ્વાસની, તત્ત્વ શ્રધ્ધાની ધર્મજિજ્ઞાસાની, આત્માર્થ પ્રાપ્તિની, મુક્તાવસ્થાની અને નિજપદના નિર્ણયની. વળી એમ થવામાં તત્ત્વનો અભ્યાસ અને ચિંતન સહાયક છે. માટે જીવનનું અનિવાર્ય અંગ માની સઉપદેશ, સશાસ્ત્ર વાંચન કરવું. જીવનને વ્યર્થ વિકથામાં વેડફી નાખવું નહિ. પરંતુ આત્મ ભાવવડે, અંતરમુખતાને આવકારી આત્માનંદને પ્રાપ્ત કરવો, આનંદ હો, મંગળ હો.
વાસ્તવમાં પ્રલોભનીય સાધનોની દોડમાં આપણે અને આપણી સંતતિ વ્યર્થ હિંસા આચરીને અપર પીડાનું કારણ ન બનીએ તેવો ઉપયોગ કે યતના રાખી ગૃહસ્થ જીવનનો નિર્વાહ કરવો. સુખભોગના જે જે સાધનો વસાવીએ, વિષયાધીન થઇ જે જે કરણી કરીએ, કષાય જનિત વૃત્તિઓથી પરને પીડા આપીએ, તેવા પ્રસંગોમાં જાગૃત થવામાં સ્વપર શ્રેય છે.
ઈતિ શીવમ EE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelib1019