________________
(૧) કૃષ્ણલેશ્યા કે એકવાર છ મિત્રો મુસાફરીએ નિકળ્યા. માર્ગમાં જાંબુનું વૃક્ષ જોયું. તેના પર સુંદર જાંબુ પાક્યા હતા. છ મિત્રોને સુધા લાગી હતી અને આ પાકા જાંબુ જોયા પછી તો તેમાનો એક મિત્ર કુહાડી લઈને ઉપડયો અને સીધો વૃક્ષને મૂળમાં જ ઘા કરવા લાગ્યો. તે બોલ્યો કે વૃક્ષને મૂળમાંથી જ તોડી પાડું અને વૃક્ષના લાકડા, ફળ સર્વે ઘરભેગું કરૂં. આવી સ્વાર્થજનિત આવેગવાળી વૃત્તિ તે કૃષા લેહ્યા છે. આત્માના પરિણામની વિશેષ મલિતના છે, તેથી તેને કાજળના રંગ જેવી કહી છે.
(૨) નીલ ગ્લેશ્યા બીજો કહે અરે ! આખા વૃક્ષને તોડવાથી શું ફાયદો છે ? કેવળ મોટી મોટી ડાળીઓ તોડી પાડું. તેમાંથી લાકડા અને ફળ મળી રહેશેઆ વેશ્યા સ્વાર્થજનિત છે છતાં આત્માના અશુભ પરિણામની કંઇક મંદતા છે. મોરપીછના રંગ જેવી કહી છે.
(૩) કાપોત લેશ્યા છે ત્રીજો બોલ્યો મોટી ડાળો શા માટે તોડો છો? નાની ડાળ પર પણ જાંબુ છે તેથી નાની ડાળો તોડી લો અને જાંબુ મેળવો, સ્વાર્થ-મોહ છતાં ઘણી મંદતા છે. આત્માના પરિણામની મલિનતા ઘટે છે. કબૂતરની પાંખ જેવો રંગ હોય છે.
(૪) વેજોલેશ્યા ચોથો મિત્ર બોલ્યો ડાળીઓ પણ શા માટે તોડવી ? કેવળ જાંબુના ઝૂમખાં જ તોડો આપણે તો જાંબુની જ જરૂર છે. તે ઝૂમખામાંથી મળી રહેશે. આ વેશ્યાવાળાના પરિણામ સમતાવાળા હોય છે. તેનામાં ઉદારતા હોય છે. ઉગતા સૂર્યના રંગ જોવો ગુલાબી સ્વભાવ જેવો રંગ હોય છે.
(૫) પધ લેગ્યા છે. પાંચમો બોલ્યો અરે આપણે તો જાંબુ ખાઈને સુધા તૃપ્તિ કરવી છે, તો ઝાડ પર રહેલા પાકા ફળ જ તોડી લો અને સુધા તૃત કરો. આ પરિણામવાળો આત્મા પરોપકારી, અહિંસાભાવવાળો અને ઉત્તમ પરિણામવાળો હોય છે. ચંપાના ફલ જેવી પીળા રંગવાળી આ વેશ્યા છે.
(૬) શુક્લ લેશ્યા કે છઠ્ઠોમિત્ર વધુ શાણો અને સમજદાર હતો. તે બોલ્યો તમે બધા શા માટે આટલી બધી લપ કરો છો. . આ જમીન પર
સ્વયં પાકીને પડેલા જાંબુ આપણા સૌ માટે પૂરતા છે. એનાથી આપણી સુધા તૃપ્તિ થશે. આ આત્માના પરિણામ શુદ્ધ છે. સર્વાત્મમાં સમદ્રષ્ટિવાળો છે. દૂધ જેવા સફેદ રંગ જેવી આ વેશ્યા મનાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org