SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પન્ન કરેલું, તે જીવ પણ પરિભ્રમણના ચક્રાવે, દીર્ઘકાળ પછી કટપૂતના રાક્ષસી તરીકે જન્મ પામ્યો હતો. જંગલમાં ભગવાનને ધ્યાનમગ્ન જોઈ પૂર્વના વેરનો સંકેત પામી તેણે ભગવાન પર જળપાત કર્યો હતો. ભગવાનની કાયા વજ જેવી હતી, મન અકંપ હતું. ભાવમાં સમાનતા હતી. પછી ભગવાનને ચલાયમાન થવાનું પ્રયોજન પણ ન હતું. રાક્ષસી થાકીને ભાગી ગઈ. ભગવાન ત્યાંથી આગળ ચાલ્યા, તાપસીના એક આશ્રમ આગળ • જઈ ઊભા રહ્યા, તાપસે કુલપતિને સમાચાર આપ્યા. કુલપતિ સિદ્ધાર્થના પરિચિત હતા. તે વર્ધમાનને જાણતા હતા. મુનિપણામાં રહેલા કુમારનું તેમણે સ્વાગત કર્યું. અને વિનંતિ કરી કે આ આશ્રમમાં રહી જાવ. પણ જેણે અણગારત્વ લીધું છે તેને આશ્રમમાં વિશ્રામ કેવો? કુલપતિએ પુનઃ વિનંતિ કરી કે તેઓ ચોમાસામાં અત્રે નિવાસ કરે. ભગવાને તેમાં સંમતિ આપી. આજુબાજુના પ્રદેશમાં ફરીને ભગવાન પુનઃ આશ્રમમાં આવી પહોંચ્યા. કુલપતિએ તેમને રહેવા એક ઝૂંપડી આપી, ભગવાન ત્યાં રહેવા લાગ્યા. પણ એમને ઝૂંપડીનું રક્ષણ જરૂરી ન હતું. તેઓ ધ્યાનમગ્ન રહેતા. વર્ષાઋતુનો પ્રારંભ થયેલો હતો. હજી જંગલમાં ઘાસ ઊગ્યું ન હતું. આથી આજુબાજુની ગાયો, ઝૂંપડીનું ઘાસ જોઈ ત્યાં ચરવા આવતી. અન્ય તાપસી પોતાની ઝૂંપડીનું રક્ષણ કરતા, તેમણે જોયું કે શ્રમણ મહાવીર પોતાની ઝૂંપડીનું રક્ષણ કરતા નથી. આથી તેમણે કુલપતિને કહ્યું કે પેલા મુનિ તેની ઝૂંપડીનું રક્ષણ કરતા નથી. કુલપતિને પણ આ ગેરવાજબી લાગ્યું, આથી તે શ્રમણ મહાવીર પાસે આવ્યા, અને મહાવીરને સમજાવવા લાગ્યા કે “મુનિવર, એક પક્ષી પણ પોતાના માળાનું રક્ષણ કરે છે. તમે તો ક્ષત્રિયકુમાર છો. તમારે ઝૂંપડીનું રક્ષણ કરવું જોઈએ.” શ્રમણ તો મૌન હતા, વળી જે દેહરૂપી ઝૂંપડીનું રક્ષણ ન ઈચ્છે તે ઘાસની ઝૂંપડીનો સ્વામી કેવી રીતે બને ? ચોમાસાના દિવસોમાં વિહાર કરવો ઉચિત ન હતો. પરંતુ શ્રમણ હિતશિક્ષા ક ૮૩ ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy