________________
www
wwwwwwwwwwwwwww
એક વર્ષ વીતી ગયું. એક વર્ષ પૂરું થયું, લોકાંતિક દેવો તેમના કર્તવ્ય માટે હાજર થયા. વર્ધમાનને વિનંતિ કરી, “હે જગત ઉદ્ધારક જગતના જીવોનું કલ્યાણ કરો.”
વર્ધમાને દેવોની પ્રણાલિનો સ્વીકાર કર્યો. વર્ષીદાનનો પ્રવાહ અવિરત ગતિએ શરૂ થયો. રોજે પ્રભાતે વર્ધમાન દાન દેતા, લાખો સુવર્ણમુદ્રાઓ દેવો લાવીને હાજર કરતા. તીર્થકર કોટિના ઉત્તમ પુણ્યનો આ પ્રકાશ છે. ભગવાનના શુભહસ્તે દાન ગ્રહણ કરીને જીવોની મતિમાં સુધારો થતો. જીવો ધન્ય થઈ જતા.
નંદિવર્ધન આ સર્વ વિધિ જોતા, અને મનોમન મૂંઝાતા, કે હવે વર્ધમાન ખરેખર આપણને ત્યજીને જશે. વરસીદાન આપતાં વળી બીજું વર્ષ પૂરું થયું, અને તેમને કોઈ રોકી ન શક્યું.
નંદિવર્ધને રાજના મોભા પ્રમાણે, દેવોએ પોતાની લબ્ધિ વડે ભગવાનનો દીક્ષા મહોત્સવ ઊજવ્યો. વાત્સલ્યભાવે સૌનાં વંદન ઝીલતા. વર્ધમાન નગરને છેડે પહોંચ્યા. - ભગવાન શ્રમણ મહાવીરે રાજમહેલની સીમાઓનો ત્યાગ કર્યો, પરિવારના સ્નેહની સોનાની સાંકળ તોડી નાખી. વસ્ત્રાલંકારો ત્યજી દીધા, દેહભાવનો ત્યાગ કરી, સુંવાળા વાળના ગુચ્છાને પંચમુષ્ટિ લોચ વડે ત્યજી દીધા. ત્યારે રાજપરિવાર અને જનમેદનીની આંખમાં અશ્રુધારાનો શ્રાવણ-ભાદરવો વરસી રહ્યો.
અંતે મહાવીરે એકાકી અડવાણે પગે વનવગડાની વાટ પકડી લીધી ત્યારે નંદિવર્ધન અને સી પરિવારની આંસુઓની સીમાઓ તૂટી ગઈ. ગયા. ખરેખર વર્ધમાન ગયા.
પણ વર્ધમાન તો શ્રમણ મહાવીર થઈને વાસ્તવમાં સ્વતંત્ર થયા હતા. જો કે બાહ્ય ત્યાગ એ મહાવીરને માટે પ્રણાલિ હતી. તેઓ અંતરથી ત્યાગી જ હતા. પરંતુ વધતા પુરુષાર્થ માટે ગૃહત્યાગ જરૂરી હતો. આથી તેમણે ગૃહ, પરિવાર અને રાજવૈભવનો ત્યાગ કરી જે કિંઈ પોતાનું નહોતું તેને વિસર્જન કર્યું. અને તે વિશાળ જગતના ઉપકારક
ન હિતશિક્ષા ૮૧ -
અસરકારક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org