SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ નાના તથા તમારા વતનના KOMMON PROMO અ ase તરત રાહત કાવતરાની તાકાત હતા. વર્ધમાનની વય અઠ્ઠાવીસ વર્ષની થઈ. એટલે ભરયુવાની, માનવીને દિવાની બનાવે. વર્ધમાનમાં પણ દીવાની ઊમટી પડી, પરંતુ તેનાં લક્ષણ કોઈ અનેરાં હતાં. એ દીવાની વિષયની નહિ પણ વૈરાગ્યની હતી. જ લગ્નજીવનની હિતશિક્ષા ત્યાગી એવા વર્ધમાનને પરણવું પડ્યું. પણ પુણ્યયોગ એવો હતો કે પત્ની યશોદા બાધક ન થતાં પણ સાધકની પાસે કેમ રહેવું જાણતાં હતાં. લગ્ન પહેલાં તેમને ખબર હતી કે વર્ધમાન વૈરાગી છે, છતાં તેમણે ભાવના કરી કે ઉત્તમનો સંગ કરવામાં આત્મહિત છે. ભલે આ જન્મમાં મારી મોક્ષ સુધી જવાની શક્તિ ન હોય, પણ વર્ધમાન પાસેથી મોક્ષનાં દ્વાર ખૂલવાની ચાવી મને જરૂર મળશે. જો આવી ભાવના ન હોત તો, કલિંગદેશના રાજાની કુંવરીને વરવા ઘણા રાજકુમારો મળી રહેત. તેમાં એકની શું ખોટ પડવાની હતી ? પણ માતાપિતાએ જે કર્યું તે હિત માટે. તે પરતંત્રતા ન હતી પણ મોટાં કુળોની એ ઉત્તમ પ્રણાલિ હતી. તેમાં માનવ-જીવનનાં મૂલ્યો સચવાતાં હતાં. આજની સ્વતંત્રતામાં માનવજીવનનાં મૂલ્યોનું કેવું અવમૂલ્યન થઈ રહ્યું છે. જેમાંથી કેવળ સંઘર્ષો ઊભા થાય છે. છતાં સ્વતંત્રતાના ઝંઝાવાતમાં સૌ તણાઈ રહ્યાં છે. આંધળો આંધળાને દોરે ત્યાં જાય, તેવી માનવોની દશા થઈ રહી છે. ત્યાગી વર્ધમાનને પરણીને યશોદાને શું મળ્યું? જગતનો ભૌતિકવાદી માનવી એ યશોદાના હૃદયને ક્યાંથી જાણે ? લગ્ન કરીને યશોદાએ વૈભવવિલાસ ભલે ન ભોગવ્યા; પણ વર્ધમાનમાં નિર્દોષ અસીમ પ્રેમ જે સીમાડાબદ્ધ ન હતો તેનાં દર્શન કર્યા. ક્યારેય વર્ધમાને યશોદાને દુભાવી નથી. તેમના વૈરાગ્યથી મૂંઝાતી યશોદા પ્રત્યે વર્ધમાનની અમીદ્રષ્ટિ થતી અને યશોદા પોતાનો ઉદ્વેગ ભૂલી જતી. સંસારત્યાગ તરફ જતાં વર્ધમાને યશોદાને સંસારનું સાચું સ્વરૂપ સમજાવ્યું. જન્મરણના કંઠને સમજાવ્યું. ત્યારે યશોદાએ પણ પતિને કહ્યું હિતશિક્ષા જ ૭૫ તતતતતતતતતતતતતતતતા કરતા હતા તewતતતe UVODOVOD Wow Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy