SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ જામ- * * જીવોનું સુખ ઇચ્છી, સર્વાત્મામાં સમદૃષ્ટિ રાખી, સુખ આપ અને સુખ પામ. નિર્દોષ સુખ પામવાનો આ જ શ્રેષ્ઠ અને સરળ માર્ગ છે. પોતાના સુખભોગમાં રાચનારા જીવને આવું વિચારબળ પણ હોતું નથી. એકવાર સગુણસંપન્નતા પ્રાપ્ત કરીને જો, કે તેમાં આત્માનું સુખ કેવી રીતે પ્રગટ બાળ વર્ધમાન દિવસરાત્રિના ભેદ વગર વધતા જાય છે. માતાપિતાને મન એ બાળક હતા, કવિઓ કહે છે, ઇન્દ્રથી અધિક રૂપવાન પૂનમના ચંદ્રથી વધુ શીતળ, સાગરથી પણ ગંભીર, રવિ કરતાં પણ અધિક તેજવાળું બાળરૂપ ખીલી રહ્યું હતું. આંખડી જાણે કમળની પાંખડી જેવી, અષ્ટમી ચંદ્ર જેવો ભાલપ્રદેશ, મુખ તો જાણે પૂર્ણચંદ્રમા, અને કાલી ભાષા બોલે ત્યારે તો જાણે મુખમાંથી પુષ્ય ઝરતાં હોય તેવું લાગે. આવા બાળભગવાન સુખેથી શિશુવયમાં રહ્યા હતા. જે હિતશિક્ષા : આ કેવળ કાવ્ય કે વર્ણન નથી. જગતના જીવો આવાં રૂપ વગેરે ઇચ્છે છે, પણ તે તો હજારો માઈલ દૂર રહે છે. ભાઈ ! આવાં લક્ષણ મેળવવાનું મૂળ કારણ છે પૂર્વજન્મનાં પ્રેમ, અહિંસા અને જીવો પ્રત્યે વાત્સલ્ય. વળી આવાં રૂપસૌંદર્ય મળવા છતાં ભગવાનને તેમાં કંઈ પણ ગર્વ કે આસક્તિ નથી. જગતના જીવો પાસે આનો અંશ પણ ન હોય છતાં રૂપાદિનો ગર્વ તો જાણે ટોપલામાં સમાય નહિ. હે ચેતન ! જાગો, ગમે તેવા શરીરનાં રૂપ સમય જતાં ઝાંખાં થવાનાં, એક દિવસ પુષ્પની જેમ કરમાઈ જવાનાં છે. ગમે તેવી કંચન જેવી કાયા પણ તેના ક્ષીણપણાને પામવાની છે. તેવા દેહમાં આત્મા વસે છે ત્યાં સુધીમાં જીવને કંચન જેવો શુદ્ધ કરવાનો અવસર ચૂકશો નહિ. M MMMM MAGOMMASOOMMMMMMMMMMMMMM હિતશિક્ષા : ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy