SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશમાં જોયું કે અહો ! વિશ્વ ઉદ્ધારકનું ધરતી પર અવતરણ થયું છે. અને તરત જ મનોમન પ્રભુને વંદના કરી. સુઘોષ ઘંટારવ કરાવ્યો, ત્યાં તો સૌધર્મ દેવલોકમાં દેવો પણ સઘળા સુખભોગને છોડીને પ્રભુના જન્મ મહોત્સવ માટે ક્ષત્રિયકુંડ નગરમાં ઊમટી પડ્યા. આકાશમાં વિમાનોની હોડ ચાલી. સૌધર્મેન્દ્ર માતા પાસે આવ્યા પણ માતાની ગોદમાંથી બાળકને લેવો કેવી રીતે ! ઇન્દ્ર અનેક લબ્ધિના સ્વામી હોય છે. તેમણે માતા ત્રિશલાને ઘેરી નિદ્રામાં મૂકી દીધાં, એક બાળકની પ્રતિકૃતિનું ત્યાં સ્થાપન કર્યું, ત્યાર પછી સૌધર્મેન્દ્ર પ્રભુને કરકમલમાં ગ્રહણ કર્યા, મેરુપર્વત પર દેવના સમૂહ સાથે સૌધર્મેન્દ્ર જન્મમહોત્સવ કર્યો. દેવગણ ધન્ય થઈ ગયો. જન્મમહોત્સવની સર્વ વિધિ પૂરી કરી ઈન્દ્રરાજે પ્રભુને ભાવભર્યા હૃદયે માતાને સુપ્રત કર્યા. સૂતિકર્મ કર્યા પછી તરત જ પ્રિયંવદા દાસીએ રાજા સિદ્ધાર્થને શુભ સમાચાર આપ્યા. પુત્રજન્મની વધામણી સાંભળી રાજા હર્ષવિભોર થઈ ગયા. પોતાના કંઠમાંથી બહુમૂલ્ય હાર દાસીને ભેટ આપો. વળી તેને દાસીપણામાંથી જીવનભર મુક્ત કરી. રાજાએ તરત જ નગરરસને બોલાવ્યો. તેની પાસે રાજવંશીના જન્મને યોગ્ય વાજિંત્રનો ઘોષ કરાવ્યો. અને નગરરક્ષકને આજ્ઞા કરી કે નગરમાં જન્મઉત્સવ કરાવો. બંદીઓને મુક્ત કરો. બજારનાં અનાજપાણી જીવનજરૂરિયાતની ચીજોને સતે ભાવે વેચાવો. દીનદુ:ખિયાને દાન આપો, મંદિરોમાં માંગલિક કરાવો. ઘરે ઘરે દીવડા પ્રગટાવો. ધજાઓ ફરકાવો. એકાએક નગરના આવો ફેરફાર થતાં સામાન્ય જનો પૂછવા લાગ્યા કે આજે શું બન્યું છે? ચોરેચૌટે સમાચાર પહોંચ્યું કે રાજવંશીનો જન્મ થયો છે. ત્રિશલા રાણીએ કુળદીપકને જન્મ આપ્યો છે. આ વાત સાંભળતાં નગરજનો પણ ગરબે ઘૂમવા લાગ્યા. મંત્રીઓ, સામંતો નજરાણાં લઈ રાજમહેલે પધાર્યા. આબાલવૃદ્ધ સૌએ ખુશી મનાવી. દર હિતશિક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy