SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ અર્ધધર્મનો કેવો પ્રભાવ છે ?' એ વખતે તેના સેવકભૂત સર્વ દેવતાઓ એકઠા થઈને ત્યાં આવ્યા. અને અંજલિ જોડી હર્ષથી તેમને આ પ્રમાણે કહેવા લાગ્યા. ‘હે સ્વામી ! હે જગતને આનંદકારી ! હે જગતનું ભદ્ર કરનાર ! તમે જય પામો. ચિરકાલ સુખે રહો, તમે અમારા સ્વામી છો. અને યશસ્વી છો. તમે વિજય પામો. આ તમારું વિમાન છે, અમે તમારા આજ્ઞાકારી દેવતાઓ છીએ. આ સુંદર ઉપવનો છે, આ સ્નાન કરવાની વાપિકાઓ છે, આ સિદ્ધાયતન છે, આ સુધર્મા નામે મહાસભા છે અને આ સ્નાનગૃહ છે. હવે તમે તે સ્નાનગૃહને અલંકૃત કરો કે જેથી અમે તમને અભિષેક કરીએ.' આ પ્રમાણે તે દેવતાઓના કહેવાથી તે દેવ સ્નાનગૃહમાં ગયા અને ત્યાં રહેલા ચરણપીઠવાળા સિંહાસન ઉપર બિરાજ્યા. દેવતાઓએ હાથમાં કુંભ લઈ દિવ્ય જલ વડે તેમને અભિષેક કર્યો. પછી કિંકર દેવતાઓ તેમને અલંકારગૃહમાં લઈ ગયા. ત્યાં તેમણે બે દેવદૂષ્ય વસ્ત્રો, અંગરાગ અને મુગટ વગેરે દિવ્ય આભૂષણો ધારણ કર્યા, પછી ત્યાંથી વ્યવસાય સભામાં ગયા, ત્યાં પોતાના કલ્પનું પુસ્તક વાંચ્યું. પછી પુષ્પાદિક પૂજાની સામગ્રી લઈ સિદ્ધાલયમાં ગયા. ત્યાં એકસો ને આઠ અદ્વૈતની પ્રતિમાઓને સ્નાત્ર કર્યું, અર્ચન, વંદન અને સ્તવના કરી, પછી પોતાની સુધર્મા સભામાં આવી સંગીત કરાવ્યું અને પોતાના તે વિમાનમાં રહીને યથાર્રચ ભોગ ભોગવવા લાગ્યા. સમકિત ગુણરૂપ આભૂષણવાળા તે દેવ અહંતોના કલ્યાણકને સમયે મહાવિદેહાદિ ક્ષેત્રોમાં ગયા. અને ત્યાં જિનેશ્વર ભગવંતને વંદના કરી. એવી રીતે અંત સમયે તો ઊલટા દરેક બાબતમાં વિશેષ શોભિત થયેલા એવા તે દેવે વીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. બીજા દેવતાઓ છ માસનું આયુષ્ય અવશેષ રહે ત્યારે મોહ પામે છે. પરન્તુ તીર્થંકર થનાર દેવતાઓ તો પુણ્યોદય અત્યંત નજીક આવેલ હોવાથી બિલકુલ મોહ પામતા નથી. ઋ હિતશિક્ષા : સમતિનું પ્રદાન અત્યંત મહિમાવંત છે. સમકિત રહિત દેવ આયુષ્યના અંતભાગે દુઃખી થઈ આર્તધ્યાન વડે આગામી જન્મને પણ ૫૪ શ્રી હિતશિક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy