________________
૫
-
MWANAINAAM
જતી. આવી વાદળાંની રમત જોઈ પ્રિય મિત્રના મનમાં અદમ્યભાવ ઊઠ્યો કે આ સુખ પણ આ વાદળા જેવું છે. ક્યારે આ સુખની સૃષ્ટિ અલોપ થશે તે કહેવાય નહિ, પેલી ઉદાસીનતા સૂક્ષ્મ જગતમાં આવી ભાવનાઓનો આકાર લે છે. એવું જ બન્યું કે તે સમયે ઉધાનપાલકે આવીને હાથ જોડીને સમાચાર આપ્યા કે પોથ્રિલ આચાર્ય ભગવંત પધાર્યા છે.
પેલી ભાવનાને સુયોગ મળી ગયો. જરાય વિલંબ કર્યા વગર પ્રિય મિત્રે પોતાના પરિવાર સહિત આચાર્યના દર્શન-વંદન માટે રાજમહેલથી પ્રયાણ કર્યું. ચિત્ત સંસારત્યાગના ભાવથી ભાવિત થયું હતું. વિરાગની ચિનગારી પ્રગટી ગઈ હતી. તેને આચાર્યની નિર્દોષવાણીએ પૂરેપૂરી પ્રગટાવી દીધી, અને એ જ ધર્મસભામાં પ્રિયમ શીઘ્રતાથી સર્વસાંસારિક સુખ, વિપુલ વૈભવની આકાંક્ષાઓ ત્યજી દીધી. આચાર્ય ભગવંતને અંજલિ કરી ઊભા થઈને પ્રવજ્યાની આજ્ઞા માંગી.
પ્રિય મિત્રનો પરિવાર અને નગરજનો કંઈ સમજે તે પહેલા તેણે સર્વવિરતિનો નિર્ણય જાહેર કર્યો. રાજનીતિને અનુસરીને તેણે પુત્રનો રાજ્યાભિષેક કર્યો અને વિના વિલંબે સંયમને ધારણ કરી લીધો. ચક્રવર્તીપણા કરતા પણ વિશેષતા સમ્યગુ સમજની છે. સર્વવિરતિ ધારણ કરીને એક ક્રોડવર્ષનું આયુષ્ય શુદ્ધ ચારિત્રમાં અર્પિત કર્યું. જાણે પૂર્વના ને આ ભવના સઘળા કર્મોનો નાશ કરવા યુદ્ધ ચઢ્યા હોય તેમ સંયમ માર્ગને દૃઢપણે આરાધી, અનશન કરીને કાળધર્મ પામી તે દેવલોક પામ્યા. જે હિતશિક્ષા :
મરિચિના ભવમાં કૂળમદથી બાંધેલું નીચ ગોત્રનું કર્મ કેવા નાટક રચી ગયું? કર્મો જડ છે તે જડભાવે પરિણમે છે. ત્યારે તેના સંયોગમાં આવતા ચેતનતત્ત્વને તેના પરિણમનરૂપી ફળનો અનુભવ થાય છે. કર્મ જડ છે, તેને અનુભવ નથી, વળી તે કર્મનાં લક્ષણ એવાં છે કે તમે જે ધારો તેનાથી વિપરીત કરે, જે કર્મને તમે માણો તેમાં તે હીનતા લાવે. જેમ કે તમે જેનો મદ કરો તેનાથી તે વિપરીત પરિણમે. અને
૪૬ ૪ હિતશિક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org