SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ર. જનક નાયક જય જજ સ્વામી હોય છે. વૈક્રિયલબ્ધિ વડે હજારો રૂપ કરી સુખ ભોગવે છે. દેવો પણ તેની સેવા કરવા તત્પર હોય છે. ચૌદ રત્ન અને નવ નિધાનનો સ્વામી હોય છે. છ ખંડનું તેમને સ્વામિત્વ હોય છે. અપર વિદેહામાં મૂકા નગરીમાં ધનંજય રાજા રાજ્ય કરતો હતો, તેને ધારિણી રાણી હતી. બંને ગુણસંપન્ન હતાં. ધારિણીએ પુત્રને જન્મ આપ્યો. જ્યોતિષીઓએ કુંડલી કાઢી, અને સ્વપ્નનું ફળ દર્શાવ્યું કે આ પુત્ર ચક્રવર્તી થશે. રાજારાણી અત્યંત પ્રસન્ન થયાં. ચક્રવર્તીપણાનાં પુણ્ય પ્રગટ થયાં. અદ્દભુત વૈભવનો યોગ થયો. તેમનું નામ પ્રિયમિત્ર રાખવામાં આવ્યું. યૌવનવય થતામાં હજારો રાણીઓનો સ્વામી થયો. ચક્રવર્તીપદને યોગ્ય ચક્રરત્ન આદિ ચૌદ રત્ન પ્રગટ થયાં. તે વડે છ ખંડનું સામ્રાજ્ય સ્થાપી દેવો વડે ચક્રવર્તીપદને પ્રાપ્ત કર્યું. પુત્રનું આવું ઐશ્વર્ય જોઈ રાજારાણીનો હર્ષ વૃદ્ધિ પામ્યો. છતાં પૂર્વની આરાધનાના સંસ્કારોએ તેમને એવા વિપુલ વૈભવમાંથી જાગૃત કરી દીધા, અને તેમણે બંનેએ સંયમમાર્ગે પ્રયાણ કર્યું. તેમણે પુત્રને અંતિમ શીખ આપી. “વત્સ, આ વૈભવ નાશવંત છે. ક્યારેય તે સ્થાયી રહેતો નથી. એ વૈભવમાં જો જાગૃત ન રહ્યો તો તેનું ફળ માઠું છે. માટે ધર્મતત્ત્વને છોડતો નહિ. અને એ વૈભવ તને છોડી દે અને દુઃખની ખાઈમાં ઘકેલી દે તે પહેલાં તું જ તેને ત્યજી દેજે.' માતાપિતાના અંતિમ ઉદ્દગારો તેના હૃદયમાં અંક્તિ થયા હતા. તેમાં વળી પૂર્વજીવનના સંયમના સંસ્કારોને કારણે આવા અનન્ય રાજવૈભવમાં પણ ક્યારેક તેનામાં ઉદાસીનતાનો ઝબકારો થઈ જતો. એમ કરતાં દિવસો વીત્યા, વર્ષો વીત્યાં. એક દિવસે પ્રિયમિત્રના મનમાં અપૂર્વ મંથન ચાલ્યું. નિમિત્ત તો સામાન્ય હતું. જગતજીવોને એવાં નિમિત્તોનું કંઈ મૂલ્ય નથી. પણ પ્રિય મિત્ર એ નિમિત્તથી જાગૃત થઈ ગયા. તે મહેલના ઝરૂખામાં ઊભા હતા. આકાશમાં રંગબેરંગી ચિત્રવિચિત્ર વાદળાંઓની સૃષ્ટિ રચાઈ હતી. પણ તે તો ક્ષણમાં પાછી બદલાઈ હિતશિક્ષા ૨૪ ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy