SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પણ કર્મની કેવી વિચિત્રતા કે બહારના યોગ નિરર્થક બન્યા, અને અંતરના શત્રુઓએ દગો દીધો. ભાઈ ! આપણા સૌમાં અંતરંગ શત્રુઓ બેઠા છે, તે ક્યારે દગો દેશે તે કહેવાય નહિ. અરે પાંચે ઇન્દ્રિયોના વિષયમાં અને ચારે કષાયોના પ્રવર્તનમાં તું નિરંતર ઘેરાયેલો છે. પરંતુ અજ્ઞાન તેમાં મીઠાશ આપી છેતરી જાય છે; ત્યારે જીવ આવી અવનતિ પામે છે. માટે જાગૃત થાવ. ભવ તેવીસમો : ચક્રવર્તીપદની પ્રાપ્તિ ચક્રવર્તીની ઘણી વાતો પણ તમે સાંભળી હશે. અને કદાચ એવું સુખ મળી જાય તો કેવું ? એમ વિચાર આવી જાય તો આટલું લક્ષ્યમાં રાખજો, કે આ પદ અત્યંત જોખમદારીભર્યું છે. પ્રથમ તો તે પદની પ્રાપ્તિ માટે પૂર્વજન્મમાં ઘણી પુણ્યરાશિ એકઠી કરવી પડે છે, તેને માટે મુનિપણાનો સંયમ અને તેમાં પણ જો જીવ નિસ્પૃહ ન રહેતાં નિયાણાના દુર્ભાવમાં ગયો તો ચક્રવર્તીપદ પછી સીધો સાતમી નરકનો રહેવાસી બને છે. અને જો કેવળ આત્મલક્ષે સંયમ પાળ્યો, તો તે જન્મમાં મોક્ષની પ્રાપ્તિનું ભવિતવ્ય ન હોય તો પુણ્યાનુબંધી પુણ્યયોગે ચક્રવર્તીપદ મળે, ત્યારે કેવળ આત્મભાવનાને બળે તે પુણ્ય ભોમિયો બની જીવને સંયમમાર્ગે લઈ જાય છે, અને શુદ્ધચરિત્રના યોગે મુક્તિની પ્રાપ્તિ થાય છે, અગર વચમાં સ્વર્ગમાં વિશ્રામ કરી લે. આ ચક્રવર્તીનો વૈભવ પણ ગજબનો હોય છે. જન્મથી જ તેનાં શુભચિહ્નોનો પ્રારંભ થાય છે. તે જીવ જ્યારે માતાના ગર્ભમાં આવે છે ત્યારે તેમની માતા ચૌદ સ્વપ્ન ઝાંખાં જેવાં જુએ છે. કશી જ વેદના વગર સુખેથી જન્મ થાય છે. શરીર અત્યંત બળવાન, અને રૂપવાન હોય છે. માનવભૂમિનો તે ઇન્દ્ર મનાય છે. છ ખંડની પૃથ્વીનો અધિપતિ બને છે. હજારો રાજાઓ તેની આજ્ઞાને વશ વર્તે છે. હજારો રાણીઓનો ૪૪ ૪ હિતશિક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy