SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ " " " ' ' પ્રજાપતિ અને મૃગાવતી ભોગસુખ માણી રહ્યા હતા. સમય જતાં તેમને પુત્રની પ્રાપ્તિ થઈ. તેનું નામ ત્રિપૃષ્ઠ પાડવામાં આવ્યું. જે ભગવાન મહાવીરના અઢારમા ભવરૂપે ત્રિપૃષ્ઠ વાસુદેવ થયો. વિશાખાનંદીનો જીવ તુંગગિરિમાં કેશરીસિંહ થયો. તે શંખપુરમાં અતિ ઉપદ્રવ કરવા લાગ્યો. જૈનદર્શનપ્રણાલિ પ્રમાણે વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બળદેવની જોડી હોય છે. બળદેવ મોટાભાઈ અને વાસુદેવ નાના ભાઈપણે હોય છે. પ્રતિવાસુદેવ અને વાસુદેવને યુદ્ધ થતું હોય છે. તેમાં પ્રતિવાસુદેવ હણાય છે. દેવો વાસુદેવને પ્રસિદ્ધિ આપે છે. રતનપુર નામના રાજ્યનો અશ્વગ્રીવ નામે પરાક્રમી રાજા હતો. નૈમિત્તિકે પોતાના સામુદ્રિક જ્ઞાનવડે જોઈને રાજાને કહ્યું કે આપના ચંડવેગ દૂતને જે અપમાનિત કરશે, અને નગરના શાલિક્ષેત્રના વિસ્તારમાં વિકરાળ સિંહને જે રાજકુમાર ઊભો ને ઊભો ચીરી નાખશે, તેના હાથે તમારું મરણ થશે. મરણ આગળ મોટા અધિપતિ પણ ધ્રૂજી ઊઠે, તેમ અશ્વગ્રીવ પ્રથમ તો આ વાત સાંભળીને ઘૂજી ઊઠ્યો. પણ પરાક્રમી હતો. તેણે વિચાર્યું કે ખંડિયા રાજાનો એક રાજકુમાર શું મને હણી શકે ? છતાં મનમાં ભયનો પ્રવેશ થઈ ચૂક્યો હતો, એટલે સજાગ હતો. પણ તેથી શું? નિયતિ જ્યારે પ્રગટ થાય છે ત્યારે સંયોગ તેને આધીન બને છે. - રત્નપુરની નજીકમાં શાલિક્ષેત્ર-ડાંગરના ખેતરોમાં એક સિંહ ફરતો અને ખેડૂતોને રંજાડતો હતો. તેણે સંહારલીલા આદરી હતી. માનવોને પોતાનું રક્ષણ કરવું પણ જોખમી બન્યું હતું. આ સમાચાર અશ્વગ્રીવને મળ્યા. હજી તે પોતાના પરાક્રમ પર મગરૂર હતો. તેથી તેણે વિચાર કર્યો અને આજ્ઞાવર્તી દરેક રાજાઓને ક્રમશઃ આ ક્ષેત્રનું રક્ષણ કરવાનું કામ સોંપ્યું. વળી તેની જાણમાં આવ્યું કે પ્રજાપતિ રાજાના બે પુત્ર અચલ અને ત્રિપૃષ્ઠ અતિ બળવાન છે. આથી તેણે પોતાના રાજદૂત ચંડવેગને હિતશિક્ષા જ ૨૯ રાતવાર વવવવવ વવવવવવવવવવવ વવવવ રાજકારણ ગરમ રાજારામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy