________________
ભવ સત્તરમો : દેવલોકમાં મહાશુક્રદેવપણે ઉત્પન્ન થયા
વિશ્વભૂતિના જીવે મુનિપણામાં કરેલા તપત્યાગના નિમિત્તે કરેલા શુભભાવોથી નીપજેલાં પુણ્યયોગે દેવલોકમાં ઉત્પન્ન થયા. દીર્ઘકાળ સુખ ભોગવી વળી પુનઃ મનુષ્યલોકમાં અવતર્યા.
*
ભવ અઢારમો :
ત્રિપૃષ્ઠ વાસુદેવ
દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી વિશ્વભૂતિના જીવે જે સંચિત પુણ્યથી નિયાણું કરેલું, તે અનુસાર પોતનપુર નગરમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકે જન્મ્યો.
પોતનપુર નગરના રાજા રિપુપ્રતિશત્રુ નામ પ્રમાણે દુશ્મનને જીતનારો હતો. તેને ભદ્રા નામે રાણી હતી. સુખભોગની ફળશ્રુતિ અનુસાર તેને અચલ પુત્ર અને મૃગાવતી પુત્રી એમ બે સંતાનોની પ્રાપ્તિ થઈ હતી. મૃગાવતી અત્યંત રૂપવાન હતી. તે યૌવનવયમાં આવી ત્યારે સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું
એકવાર રૂપવતી કન્યાને જોતાં રિપુપ્રતિશત્રુમાં વિકારરૂપી શત્રુ જાગી ઊઠ્યો જેનો તે પ્રતિકાર કરી ન શક્યો. અને તેના મનમાં નિજ કન્યા સાથે જ લગ્ન કરવાની વાસના પ્રબળ બની. આથી તેણે કપટ આદર્યું અને મંત્રીઓ તથા મહાજનોને પૂછ્યું કે આ રાજભવનમાં જે જે વસ્તુઓ છે તેનો માલિક કોણ બને ?
સૌએ રાજા પ્રત્યેના વિશ્વાસ અને આદરથી પ્રત્યુત્તર વાળ્યો કે રાજભવનની વસ્તુના માલિક રાજા જ હોય.
તરત જ રાજાએ વાતનો દોર પક્ડી લીધો કે રાજભવનમાં મૃગાવતી રૂપવાન કન્યારત્ન છે. તમારા સૌની સમ્મતિથી હું તેનો માલિક હોવાથી તેને હું મારી રાણી બનાવું છું. આમ કહીને તરત જ લગ્નની તૈયારી કરીને રાજા સ્વકન્યા સાથે પરણ્યો. ત્યારથી લોકો તેને પ્રજાપતિ કહેવા
લાગ્યા.
Jain Education International
૨૮ ૪ હિતશિક્ષા
For Private & Personal Use Only
www.jainelibrary.org