SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ -------- ! નનનન ---- નાના-નાના નનનનન વાસ્તવમાં બ્રાહ્મણકુળની સંસ્કારે યાચકવૃત્તિની પ્રધાનતા હતી. અને ક્ષત્રિયકુળ પરાક્રમપ્રધાની હોય છે. પરમાર્થમાર્ગમાં અંતરંગ અને બાહ્ય પરાક્રમ – પુરુષાર્થની આવશ્યક્તા હોવાથી કુળની માન્યતા ચાલી આવે છે. અર્થાત તે કાળે તે સમયે મરિચિના ભવમાં મહાવીરના જીવે જે ત્રિદંડીવેશ ધારણ કર્યો તેના સંસ્કાર અને કુળમદને કારણે હલકું ગોત્ર કર્મ નિર્માણ કર્યું હતું. તેના પરિપાકરૂપે પુનઃ પુનઃ બ્રાહ્મણકુળમાં જન્મની પરંપરા ચાલતી રહી. વળી તેમાં કંઈ મંદતા થઈ. મહાવીરનો જીવ બ્રહ્મદેવલોકનું મધ્યમ આયુષ્ય પૂર્ણ કરીને રાજગૃહનગરમાં વિશ્વભૂતિ નામના રાજકુમાર તરીકે ઉત્પન્ન થયો. રાજગૃહીનગરીમાં વિશ્વનંદી રાજા, રાણી પ્રિયંગુ, પુત્ર વિશાખાનંદી. નાનો ભાઈ વિશાખાભૂતિ, રાણી ધારિણી, પુત્ર વિશ્વભૂતિ. વિશ્વભૂતિ પરાક્રમી હતો. સૌને પ્રિય હતો. રાજવૈભવમાં ઊછરતો યૌવનવયે અનેક રાણીઓનો સ્વામી થયો. અનેક પ્રકારના સુખભોગમાં રાચતો હતો. એક દિવસ પુષ્પકરંડક નામના ઉપવનમાં ક્રીડા કરતો હતો. યોગાનુયોગ યુવરાજ વિશાખાનંદી પણ પોતાની રાણીઓ સાથે એ જ સમયે ઉપવન પાસે આવ્યો. પ્રથમ તો રાજ્યના નિયમ મુજબ બહાર જ ઊભો રહ્યો. તે વખતે યુવરાજની માતાની રાણીની દાસી એ જ ઉપવનમાં પુષ્પ લેવા આવી હતી. તેને પણ પાછા ફરવું પડ્યું. જેમ શેઠ કરતાં મુનીમ ડાહ્યા હોય તેમ દાસીએ રાણીને વાત કરી કે ઉપવનમાં વિશ્વભૂતિના વાસ હોવાથી હું તો પાછી આવી પણ તમારો પુત્ર યુવરાજ પણ ઉપવનની બહાર ઊભો છે. આ કેવી વ્યવસ્થા કહેવાય? વળી વિશ્વભૂતિ બળવાન છે. તે ભવિષ્યમાં સત્તા પર આવશે તો તમારે અને તમારા યુવરાજને આમ માર્ગ પર ઊભું રહેવું પડશે. રાણીને પણ આ વાતની ચોટ લાગી, અને પોતે અલંકાર વગેરેનો ત્યાગ કરી કોપખંડમાં જઈને બેઠી. રાજા વિશ્વનંદીને સમાચાર મળ્યા. ભોગી ભ્રમર જેવા રાજાઓ રાણીનાં કોપરીસને સહન કરી શકતા હિતશિક્ષા જ ૨૩ નાના નાના નાના કરવાના નાના નાના નાના નાના નાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy