SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. વિશ્વનંદી કોપખંડમાં ગયા. અલંકાર રહિત નિસ્તેજ રાણીને જોઈ ક્ષોભ પામ્યા. અને કારણ જાણવા મળ્યું. રાજાને વિશ્વભૂતિ પ્રિય હતો. મોટાભાઈ તેની સોંપણી કરીને ગયા હતા. તેને દુઃખી કરવો કે અન્યાય કરવો તે રાજાના પક્ષે અયોગ્ય હતું. અને રાણીને મનાવવી તે પણ જરૂરી હતું. આથી રાજાએ એક યુક્તિ કરી, જો કે તે ખોટી હતી. રાજ્યના સામંત પુરુષસિંહે બંડ ઉઠાળ્યું છે, તેની સામે યુદ્ધ કરવાની જરૂર ઊભી કરી, રણશીંગુ વગડાવ્યું. વિશ્વભૂતિને આ વાતની જાણ થતાં તે તરત જ ઉપવનમાંથી બહાર નીકળ્યો, અને વિશ્વનંદીની આજ્ઞા લઈ યુદ્ધ કરવા નીકળ્યો. જ્યારે તે પુરુષસિંહની સામે ગયો ત્યારે આજ્ઞાપાલક પુરુષસિંહને આશ્ચર્ય થયું. આથી વિશ્વભૂતિને આ પ્રસંગમાં કંઈ કપટ છે તેનો ખ્યાલ આવ્યો. તે પાછો ઉપવન પાસે આવ્યો ત્યારે ઉપવનપાલકે ખબર આપ્યા કે ઉપવનમાં વિશાખાનંદી પોતાની રાણીઓ સાથે ક્રીડા કરે છે. આથી વિશ્વભૂતિ અત્યંત કોપાયમાન થયો. અને નજીકમાં રહેલા વૃક્ષને એવું હલાવ્યું કે તે વૃક્ષ પરનાં બધાં જ ફળ જમીન પર ખરી પડ્યાં. અને વળી દરવાનને ધમકાવ્યો કે રાજા પ્રત્યેના સ્નેહને કારણે તમને સૌને જીવતા જવા દઉં છું, નહિ તો આ ફળની જેમ તમારાં સૌનાં મસ્તક ધડ પરથી છૂટાં કરી નાખત. કોપાયમાન થયેલો તે વિશ્વભૂતિ ત્યાંથી પાછો ફર્યો, ત્યાં વળી તેને કાકા વિશ્વનંદીના આવા કપટકાર્યથી અને વિશાખાનંદીના પ્રપંચથી આમ ત્રિવિધ સંતાપથી તેનું મન સંસાર પરથી ઉગ પામી ગયું. આથી તે રાજ મહેલે ન જતાં અન્ય ઉપવનમાં બિરાજમાન સંભૂતિ આચાર્ય પાસે પહોંચ્યો, અને તેમની પાસે દીક્ષા અંગિકાર કરી. વિશ્વભૂતિનો સંસારત્યાગ નગરચર્ચાનો વિષય બની ગયો. જનપ્રિય વિશ્વભૂતિના ત્યાગથી પ્રજા ક્ષોભ પામી ગઈ. રાજા વિશ્વનંદીને અને પિયંગુ રાણીને પણ હવે વાસ્તવિક્તાનો ખ્યાલ આવ્યો કે પુત્રમોહે તેઓએ વિવેકી અને ગુણવાન કુમારને અન્યાય કર્યો છે. આથી તેઓ રાજપરિવાર ૨૪ જે હિતશિક્ષા MAMARA - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy