SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ - - - 1 - - નજર જ વર્ષોનું વહેણ વહેતું રહ્યું. ભગવાન ઋષભદેવ નિર્વાણ પામ્યા. પ્રભુ વિહોણો સંઘ ગણધરાદિના સહારે વિહરતો રહ્યો. મરિચિ હવે સ્વતંત્રપણે વિહરવા લાગ્યા. પોતે ધારણ કરેલા વેષમાં અંશે પણ ધર્મ છે, તેમ માનવા લાગ્યા. તેમાં કપિલ જેવો શિષ્ય મળી ગયો. જીવનની છેલ્લી પળ સુધી પોતે લીધેલો વેશ ખોટો નથી, તેવી વિપરીત માન્યતાને ત્યજી ન શક્યા. તેના પ્રાયશ્ચિત્તનો સ્વીકાર ન કર્યો. તાપસનો વેશ અને બાલસુલભ તપાદિના કારણે મરિચિનો જીવ આયુષ્ય પૂર્ણ થયે કાળધર્મને પામીને પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. હિતશિક્ષા : હે મહાનુભવ, તમે એક વાતની શ્રદ્ધા રાખજો કે તમને ભલે ખબર હોય કે ના હોય, પણ તમારા ચિત્તમાં જેવા વિચાર તરંગો ઊઠે છે. જેવા ભાવો ઊઠે છે. તે તમે કદાચ કોઈ છાને ખૂણે બેસીને કરતા હો, પણ તેની નોંધ આ જગતમાં ત્રણ સ્થળે લેવાય છે. ૧. તમારા પોતાના સ્વયં આત્માને તેની ખબર હોય છે, પરંતુ તમારું અપ્રકાશિત મન તેની આગળ આંખે પાટા બંધાવી દે છે. - ૨. પરતાત્માનું જ્ઞાન લોકાલોક પ્રકાશક છે. તેમાંથી તમારા ચિત્તમાં ઉઠેલો એક પણ વિકલ્પ છૂપો રહી શકતો નથી. ભલે પરમાત્મા નિઃસ્પૃહ છે, કરૂણાશીલ છે. પરંતુ તેમના કેવળજ્ઞાનમાં જગતના સર્વ પદાર્થોનું પરિવર્તન પ્રતિબિંબિત થાય છે. ૩. આ ત્રીજું સ્થાન ખતરનાક છે. તે છે કર્મના વિશ્વવ્યાપક સામ્રાજ્યનું. આકાશપ્રદેશમાં હવાની જેમ એ પ્રસરેલું છે. કોઈ પણ જીવને શ્વાસ લેવા માટે અન્યત્ર જવું પડતું નથી. તેમ જીવના શુભાશુભભાવકર્મનું વ્યાપક સામ્રાજ્ય જીવના ચેતનપ્રદેશો સાથે લાગુ થઈ જાય છે. ક્યાંય પણ દૂરથી કર્મને આવવું પડતું નથી. જ્યાં તમે છો ત્યાં તેનું અસ્તિત્વ છે. તમે જેવા ભાવ કરો તે જ સમયે તે તમને ભૂતની જેમ વળગે છે, પછી ચારે ગતિમાં તમને ઘુમાવે છે. મહાનુભાવ! મરિચિ ભરત ચક્રવર્તીના પુત્ર હતા. બુદ્ધિમાન હતા, ૧૪ ૪ હિતશિક્ષા ww નામતના નાનકડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy