SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ક WANA ANANARAHANNARARAMANMARARAANRAARARAMDAMANSARAWARAN W WWOW આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર ભગવાનશ્રી ઋષભદેવને કેવળજ્ઞાન પ્રગટ થયું. ભરત મહારાજાને ઉધાનપાલકે શુભ સમાચાર આપ્યા. ભરત હર્ષોલ્લાસ પામ્યા અને ઉદ્યાનપાલકને ભેટ આપી, તેનું આ જન્મનું દારિદ્ર દૂર કર્યું. ભારતમહારાજા પરિવાર સાથે વિના વિલંબે પ્રભુને વંદન કરવા આવ્યા. એ પરિવારમાં આપણા કથાનાયક મરિચિ પણ હતા. પ્રભુની દેશના સાંભળતા ગયા અને બોધબીજ પરિણામ અંતરમાં પરિણામ પામ્યું. સંયમનો ઉમળકો વૃદ્ધિ પામ્યો. નયસારના જન્મનો અધૂરો તંતુ અહીં વળી પાછો સંધાઈ ગયો. પિતા ભરતરાજાની સંમતિ માગી. ભરતરાજાને મિશ્રભાવ ઉત્પન્ન થયા. અરે હજી મને તો સંયમમાં ભાવ જાગતા નથી અને આ મરિચિ આ સઘળી ઋદ્ધિ – વૈભવ છોડી સંયમના માર્ગે જશે ! તેમ ઉદ્વેગ થયો. પણ તેઓ જાણતા હતા કે સંયમમાં કલ્યાણ છે, તેથી પુત્રના સંયમભાવથી હર્ષ થયો. પિતૃસ્નેહથી હૃદય દ્રવિત થઈ ગયું, કે આ સુકોમળ યુવાન કેવી રીતે સંયમસાધના કરશે ? છતાં તેમને મરિચિની શૂરવીરતામાં વિશ્વાસ હતો કે તે જરૂર સંયમને દીપાવશે. અને તેઓએ મરિચિના આત્મશ્રેય માટે સંમતિ આપી. ભગવાન ઋષભદેવ પાસે દીક્ષિત થઈ મરિચિ સંયમમાર્ગમાં પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલવા લાગ્યા. પણ અરે ! આ કર્મની ગતિ પણ કેવી વિચિત્ર છે થોડા જ દિવસમાં સંયમની ઇમારત પૂરી ચણાય તે પહેલાં તો તે કડડભૂસ થઈ તૂટવાની તૈયારી થઈ. વિહાર કરતાં ગ્રીષ્મઋતુ આવી. અસહ્ય ગરમીથી શરીર શેકાવા લાગ્યું. મરિચિ સાધુની ઉગ્ર તપતિતિક્ષા સહી ન શક્યા. ગરમીના દિવસો આવ્યા. તપ્ત ભૂમિ પર ખુલે પગે વિહાર કરવાનું કઠણ લાગ્યું. સ્નાન તો સાધુથી થઈ જ ન શકે. ઠંડાં વિલેપન તો દૂર હતાં. રાત્રે સુંવાળી સેજની સ્મૃતિ સાલવા લાગી, છતાં ક્ષત્રિય હતા ને ! રાજમહેલની વાટ ન પડી, પણ પ્રમાદે પી લીધા હતા તેથી બુદ્ધિચાતુર્યથી કંઈ નવી જ પ્રણાલિ ઊભી કરી. ૧૦ % હિતશિક્ષા નનનનન ૨૦૦મારા વધારાના કારખાનામા COD 0 00000OOOOOO પર બનાવવા નાના નાના નાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy