SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ અમારા જ કામના - - - ADORADADANOS -- ------- આપણને હિતશિક્ષા આપે છે, કે માતાના એક વચનને પ્રમાણ માનીને જીવવું. અતિથિને આપેલા ભોજનનો બદલો શું મળ્યો? મહાવીર જીવન સુધીનું મહાન પ્રદાન કેમ થયું? ભાઈ, વિવેકનાં ફળ એવાં મળે છે. પણ જીવને સંસારવીર મટી મહાવીર થવાના ભાવ આવે તો આ વાત સમજાય, નહિ તો શ્રીમંતાઈ વધે, સામગ્રી વધે. મનને વિકૃત કરે તેવા અભક્ષ્ય પદાર્થો ખાઈને બુદ્ધિ ઘટે ત્યારે ખવરાવીને ખાવાનું એ તો આધુનિક મદધારી જીવો માટે જૂનીપુરાણી હકીકતો રહે છે. જગતવાસી જીવો જે માને છે, પણ ભાઈ ! તું તરવાનો કામી છું ને? તું આ બાળક પાસેથી શીખ લે છે. આંગણે આવેલાનાં દુઃખોને સાંભળજે અને દૂર કરજે. તારાં સુખ, સમૃદ્ધિ, ધન, ધાન્ય અને ઐશ્વર્યમાં કોઈનો ભાગ રાખજે, તેમાં તારી અંતર અને બાહ્ય બંને સમૃદ્ધિની વૃદ્ધિ થશે. વળી યૌવનવય આવે ત્યારે, વિવેકને પણ યુવાન થવા દેજે. અર્થાત્ પરોપકારના કામમાં પ્રવૃત્ત થઈ પિતાના સુસંસ્કારને નયસારની જેમ જાળવજે, જેથી લોકપ્રિયતા તને વરવા આવે. પ્રૌઢતા આવે, નયસાર જેવો ધીરગંભીર થજે. નયસારને પિતાની પરંપરાએ મુખીપણું મળ્યું. તે કેવું સાચવ્યું ? રાજાએ કિંમતી લાકડાં લાવવા માટે તેને વિશ્વાસપાત્ર ગણ્યો. લાકડાં કાપતો ત્યારે રાજસેવકનું તેને ભાન હતું. લાકડાની એક સળી પણ તેણે ઘરભેગી કરી ન હતી. ભાગ્યશાળી ગૃહસ્થો ધનવૈભવથી મહાનતા માણવાને બદલે સેવા, નીતિ, વિનય, સદાચાર અને સગુણથી મહાનતા માનતા હોય છે. જેમ સાધુજનો પ્રાણાતે પણ મહાવ્રતો પાળતા તેમ ગૃહસ્થ પ્રાણાંતે પણ પોતાની કુળપરંપરાની સજ્જનતા જાળવતા હતા, જાળવતા હોય છે. નયસારના અતિથિભોજનના નિયમે તો જીવને પરમાર્થમાર્ગમાં લાવી દીધો. તું ભાઈ કોઈવાર માર્ગે ચાલતો કે વાહનમાં જતો હોય, અથવા દુકાને રાજમાર્ગ દેખાય તેમ બેઠો હોય અને સદભાગ્યે કોઈ સાધુજનો નજરે ચઢે. માર્ગે જતા હોય તો સાથે જજે, પ્રમાદ ન કરતો કે ધનની મુખ્યતા ન કરતો પણ સાધુભગવંતોના સાનિધ્યની મુખ્યતા કરજે. હિતશિક્ષા કરે ૭. wMDAMMAMMAMAMDAMANDO DODANOODADORADO નાના હeeeeeeeeeeeee નાના માથા પર વાગતા તમારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy