SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ - રાજા જનક DAMANeden wwwwwwM સહજમાં સંસારની સીમાઓથી મુક્ત થઈ જાય. પરંતુ બુદ્ધિની સાથે અહમ્ કે આગ્રહ ભળે છે ત્યારે, બુદ્ધિમાન કે જ્ઞાનસ્વરૂપ મનાતો, માનવદેહમાં વિરાજમાન આત્મા અજ્ઞાનસ્વરૂપે જ રહે છે. ભગવાન મહાવીરનું જીવન નિરહંકારી અને અનાગ્રહી હતું. આ ગુણ છેક ગર્ભથી પ્રગટ થતો આવ્યો. ગર્ભમાં માતાના સુખ ખાતર અકંપ રહ્યા, પરંતુ અતિન્દ્રિયજ્ઞાનમાં જાણ્યું કે માતાને દુઃખ ઊપજ્યું છે; તરત જ મનોમન ક્ષમાભાવ ધારણ કરી હલનચલન શરૂ કર્યું. એ જ નિમિત્ત પામીને જ્યાં સુધી માતાપિતાની હયાતી હતી, ત્યાં સુધી તેમની નિષ્કામભાવે ઘર્મ પમાડવા સેવા કરી. સંયમના હિમાયતી અને બ્રહ્મચર્યની નિષ્ઠાવાળા છતાં માતાપિતાના સુખ ખાતર લગ્ન કરવા સંમત થયા. આ દૃષ્ટાંતથી હે જગતના જીવો ! તમે પહેલામાં સંમત ન થાવ અને બીજામાં સંમત થઈ જાય તેવું ન વિચારતા. તમારી શક્તિ ગર્ભમાં માતાપિતાના સુખને વિચારી શકે તેવી જ્ઞાનયુક્ત નથી, પણ તમે જન્મ ધારણ કરીને કદાચ બાળપણ તમારું અજ્ઞાનમાં ગયું હોય તો પણ, યુવાવયે તો માતાપિતાના સુખ ખાતર તમારા વિચારોનો આગ્રહ કે અહંકાર ત્યજી દેજો. માતાપિતાના દેહવિલય પછી હવે સંયમને ધારણ કર્યું, તેવા ભાવથી મોટાભાઈ નંદિવર્ધન પાસે રજા માંગી. ત્યારે ભાઈનું મન દ્રવિત થઈ ગયું. તે સમયે પણ અનાગ્રહી રહી અનુકંપિત ભાવે બે વર્ષ ગૃહસ્થદશા છતાં શ્રમણ જેવું જીવન જીવીને રહ્યા. આ અનાગ્રહગુણ જ્યારે સંપૂર્ણપણે પ્રગટ થયો ત્યારે ભગવાને ઉપદેશમાં સ્યાદ્વાદશૈલીને સ્વીકારી. જનસમૂહને પણ એ જ માર્ગે વાળવા પ્રયત્ન કરો. ભગવાનનો ઉપદેશ હતો કોઈ પણ વસ્તુનો એક પક્ષે એકાંતે નિર્ણય ન કરો. પરંતુ તેની બીજી બાજુને જોતાં શીખો. જે વસ્તુ કોઈને માટે હિતકર હોઈ શકે તે જ તથ્ય બીજાને માટે અહિતકર હોઈ શકે. એકનો ગુણ બીજાને માટે દોષરૂપ બની જાય છે. હિતશિક્ષા ૨ ૧૫૩ 0000OOOOOOOOO Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy