SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ' ' '' બંધ તોડવાના ઉધમવાળો જીવ હતો. પરિશ્રમ કરવામાં પાછો કેમ પડે ? અને દક્ષિણ દિશામાં તેણે દૂરથી બે માનવઆકૃતિ જોઈ. વૃક્ષ પરથી નીચે ઊતર્યો, વણથાકે સામે ગયો અને તેના મહાભાગ્ય સંઘ અને સાર્થથી છૂટા પડી ગયેલા બે સાધુજનોનો તેને ભેટો થયો, જાણે નયસારનો જીવનરાહ ચીંધવા તેઓ આવ્યા હોય ! નવસારે વિનમ્રભાવે સાધુવંદના કરી, અને અત્યંત ઉમળકાથી ભિક્ષા માટે વિનંતી કરી. એ કાળમાં અત્યારના કાળ જેવી આહારની અશુદ્ધિઓ ઓછી હશે. જીવનમાં સાત્ત્વિકતાની વિશેષતા હશે. આથી જંગલમાં વિહરતા મુનિજનોને સાર્થ દ્વારા કે આવા શ્રમિકો દ્વારા નિર્દોષ આહાર મળી રહેતો. તે મુનિઓને વિસામાના સ્થાને લઈ ગયો. નિર્દોષ આહાર તૈયાર હતો. નયસારના હૈયામાં સુપાત્રદાનનો અત્યંત આદર હતો. સામે પવિત્ર પાત્ર હતું, એકના હૈયામાં સત્પાત્રતા હતી, બીજામાં સંયમની સત્પાત્રતા હતી. જંગલમાં અદ્ભુત રીતે મંગલની ઘડીઓ યોજાઈ ગઈ. આહારાદિની વિધિ પૂર્ણ થઈ. નયસારે પણ ભોજન લીધું. તેના હૈયામાં અનેરો ઉલ્લાસ હતો. તે મુનિજનો પાસે ગયો અને તેમને સાર્થને શોધીને કે કોઈ ગામનો માર્ગ બતાવવા સાથે આવવા આજ્ઞા માગી. મુનિજનોએ તેના ભાવોલ્લાસ જોઈને જાણી લીધું કે આ કોઈ સત્પાત્ર ભવી જીવ છે. તે આપણને જંગલમાંથી પાર થવાનો માર્ગ બતાવશે, આપણે તેને ભવાટવીમાંથી પાર ઊતરવાનો માર્ગ બતાવવો જોઈએ. આથી જ્યારે નયસાર મુનિઓને નગર તરફ જવાનો માર્ગ બતાવીને, બે હાથ જોડી ઊભો રહ્યો ત્યારે મુનિજનોએ તેના મુખ પરની પ્રસન્નતાને પારખી લીધી. અને તેને ઉપદેશ આપ્યો. “હે ભવ્યાત્મા ! તું આ ઉત્તમ માનવભવ પામ્યો છે. પૂર્વના પુણ્યોદયે તને ઉચ્ચ કુળ મળ્યું છે. તેમાં વળી આજે આવો સુંદર યોગ મળ્યો છે, તો જિનેશ્વરના ધર્મમાં શ્રદ્ધાવાન થા. ધર્મ જ એવું સાધન છે કે તે જીવોને દુર્ગતિથી પડતા બચાવે છે. તેવા ધર્મને ધારણ કરવાની હિતશિક્ષા દિપ - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy