________________
દુઃખી થઈ ગયા. ઇન્દ્રસભાના નાચગાન પણ બંધ થયા. અન્ય દેવો પણ શોકમગ્ન થઈ ગયા હતા.
આખરે સંગમ ધરતી છોડીને ઇન્દ્રસભામાં આવ્યો, ઇન્દ્ર પણ છ છ માસથી તેના પ્રત્યેના કોપથી સમસમી ઊઠ્યા હતા. તેને અત્યંત ઉપાલંભ આપી દેવલોકની બહાર ધકેલી દીધો. પ્રભુની ક્ષમા પામેલો સંગમ ઇન્દ્રના કોપથી બચી ન શક્યો. અને મેરુપર્વતના કોઈ ખૂણામાં શેષ આયુષ્ય પૂરું કરી દુર્ગતિ પામ્યો.
હિતશિક્ષા :
હે ચેતન ! અન્યની ગુણપ્રશંસા સાંભળીને ખુશી થવું કેવું કઠણ છે ! અન્યની ગુણપ્રશંસા જીરવી ન શકવાનું કારણ જુઓ તો કંઈ નથી. કેવળ અજ્ઞાન અને અહમ્ દ્વારા પ્રગટ થતી પ્રકૃતિનો દોષ છે. માટે જ્ઞાનીઓએ કહ્યું કે સર્વાત્મમાં સ્વાત્મ બુદ્ધિ કરો. એટલે વાત સરળ બને. તને તારા ગુણની પ્રશંસા ગમે છે, પણ જ્યારે તું અન્યના આત્માને તારા જેવો માનીશ ત્યારે તને અન્યની ગુણપ્રશંસા પ્રિય લાગશે. એક નાનુંસરખું અપમાન જીવને અકળાવી દે છે. નાનીસરખી અગવડ, જીવને વ્યાકુળ કરે છે. રોગ સમયે તો જીવ મૂંઝાઈ જાય છે. તેવે સમયે મહાવીરની સમતાનો પ્રસંગ તારો સહારો બનશે.
ઈર્ષાનો દોષ છૂપો છે. મુખથી તો મીઠાશ વર્તે અને અંતરમાં હળાહળ ઝેર ભર્યું હોય. કોઈની પ્રશંસા કરતો જાય તે જ વખતે મનમાં તો ‘હુંકાર' ફૂંફાડા મારતો હોય. અને તે વ્યક્તિથી એકાદ ફૂટ આગળ ખસ્યો કે તેના દોષના દર્શનમાં અટવાઈ જાય. અર્થાત્ આ સંગમ આપણા ચિત્તનો જ એક અંશ છે. તે બાહ્ય સાધન અને કુબુદ્ધિ વડે નહિ કરવાનાં કામ કરાવી દે છે.
માનવનું મન થોર અને ચંદનના પ્રતીક જેવું છે. થોરને અડોને ભોંકાય. ચંદનને બાળો, કાપો કે ઘસો, તે સુગંધ અને શીતળતા આપે. માનવમનની અવળાઈ જ્યાં જાય ત્યાંથી પોતાનું જ અહિત કરતી આવે. અને એ જ માનવમનની સમતા અપશબ્દો મળે તો પણ હસતી રહે.
હિતશિક્ષા ઃ ૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org