________________
MONDRAGOSSOSLARDANDORA SOOSAARASSADO
URW
પાડતા વાલાવાવ વવવ વાલમ માલામાતાના બનાવવા માગતા હતા તયાના વાવ વત કરતા
વસ્ત્ર હોય તેવી કડીઓ વડે ભગવાનનું પૂરું શરીર ઢાંકી દીધું; પછી મંકોડાં વડે ઢાંક્યું. તેણે જોયું, એક કીડીનો કે મકોડાનો ડંખ સહન ન થઈ શકે, છતાં આ માનવ તો એવાને એવો જ ઊભો છે.
પછી તો તેણે વીંછીની ચાદર પાથરી દીધી. હૂંફાડા મારતા સર્પ વીંટાળી દીધા. અભય અને પ્રેમને વરેલા પ્રભુના શરીરને એ વીંછી અને સાપ શું કરે ? ભગવાને તો જાણે તે સૌને મિત્રભાવે પોતાના શરીર પર સ્થાન આપ્યું.
પરંતુ સંગમને તો પોતાનું પરાક્રમ બતાવવું હતું. તે કુબુદ્ધિનો પ્રેર્યો આગળ વધ્યો, નોળિયા કરડાવ્યા અને અનુક્રમે હાથીઓના ધક્કે ચઢાવ્યા, પ્રભુના પગ જાણે ધરતીએ પક્કી રાખ્યા હોય તેમ પ્રભુ તો અડગ રહ્યા.
વળી તેણે અનુકૂળ ઉપસર્ગો કર્યા, અપ્સરાના નાચ રચ્યા, અરે આખરે તેણે પ્રભુનાં માતાપિતાનાં આક્રંદ રજૂ કરાવ્યાં, કલ્પાંત કરતી પત્ની હાજર કરી, પ્રભુએ તો મોહને ત્યજી દીધો હતો, તેથી એ કોઈ પ્રકારે પ્રભુને જીતી ન શક્યો, પણ હારેલો તે વધુ આવેગમાં આવ્યો.
છેવટનું સાધન તેની પાસે ચક્ર હતું. તે હવે થાક્યો હતો, છે – છ માસ પોતાના સુખભોગ છોડીને મંડ્યો હતો. કુબુદ્ધિનું કાર્ય જ આવુંછે, પોતાનું સુખ માણે નહિ, અને અન્યના સુખ વચ્ચે વિઘ્ન નાખે. પણ ભાઈ ! દરેકનાં પુણ્ય દરેકને માટે કાર્ય કરતાં હોય છે.
થાકેલો હવે તે વધુ જુસ્સામાં આવી ગયો. તેણે પોતાના વજનદાર ચક્રને ઘુમાવીને ભગવાનના માથા પર છોડ્યું. ચક્રના દબાણથી, કે પછી હવે ધરતીને પણ હદ થઈ હોય તેવું લાગ્યું હશે, પ્રભુ ઢીંચણભર જમીનમાં ઊતરી ગયા. છતાં એ જ ધ્યાનસ્થ દશા !
દેવોની શક્તિની વિશેષતા હોય છે કે તેઓ પદાર્થોની રચના (વિકુર્વણા) કરી શકે છે. સુબુદ્ધિવાળા દેવો તેનો ઉપયોગ કરે. સમવસરણ જેવી રચનાઓ કરે. પણ આ દુર્બુદ્ધિ હતો ને? પણ પ્રભુને શું થયું?. પ્રભુને છ માસના ઉપવાસનો લાભ થયો. ધ્યાનસ્થદશાની
હિતશિક્ષા પર ૧૨૯
OWWVVUNAWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWUUUUUUUUUWWWWOOOWWWWWW
GROOROCCO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org