SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ eeeeeeeeeeeeeeeee ------ -- ------ - -- તેમ ચાલે અને મોક્ષની વાતોથી લોભાઈ જાય છે, અને જો તે ગુરુ ભાવવાળો હશે તો થોડી શાસ્ત્રોની વાતો દ્વારા અને થોડા પુણ્યયોગ દ્વારા પ્રચારમાં પડી માનકષાયની ખાઈમાં ડૂબી જશે. આમ તો ગુરુશિષ્ય બન્નેને માટે આવો ધર્મ સહેલો લાગે છે. વાસ્તવમાં ધર્મ હારી જવા જેવું થાય છે. આપણે કોઈ જીવની ક્ષતિ નથી જોવી પરંતુ તેમાં વાસ્તવિક્તાને જાણી તે દોષથી બચવા પ્રયત્ન કરવો. તે જીવોનું ભવિતવ્ય એવું નિર્માણ થયું હોય છે કે શું? એ કાળમાં કે આ કાળમાં વિપરીત પ્રરૂપણાને દૃઢપણે સાચી માની મોટા સમુદાયને સાથમાં લઈને પ્રભુના વચનને ઉલ્લંઘી પ્રભુને નામે ઉપદેશને ચઢાવી, પ્રભુએ કહેલા માર્ગથી વિપરીત પ્રરૂપણા અજ્ઞાનવશ થઈ જાય છે. અને જીવો અપરમાર્થને પરમાર્થ જાણી કાળ વ્યતીત કરે છે. તે તે જીવોની એવી યોગ્યતા હોય છે. લોકોત્તર માર્ગના પ્રરૂપક પ્રભુને પામીને ગોશાળક લૌકિક સુખની કે લબ્ધિની ચાહનાવાળો રહ્યો. દિવસો સુધી સાથે રહેવા છતાં પ્રભુના મૌનપણામાં પણ પ્રગટ થતા અહિંસા, અનુકંપા કે વાત્સલ્યના અંશને ન પામ્યો. પણ પ્રભુના નામે લોકોનાં ઘર અને શેરીઓ બાળતો રહ્યો. પરિણામે પોતે જ તેજોલેશ્યાના દાહથી બળતો મરણ પામ્યો. પ્રભુની સાથે રહેવા છતાં, દેવોથી પૂજાતા પ્રભુને જોવા છતાં, પંચ દિવ્યો જોવા છતાં, તેને પ્રભુની મહાનતા ને સ્પર્શી જો તેને પ્રભુના વચનમાં વિશ્વાસ જન્મ્યો હોત તો તે ગૌતમથી પણ પહેલા શિષ્યપણાને પામ્યો હોત. તેનું કાર્ય આ જન્મ સિદ્ધ થઈ શક્યું હોત, પણ બનનાર છે તે ફરનાર નથી. જીવોને પોતામાં અલ્પપણે પણ જો કોઈ જાણકારી હોય ને તેમાં અહં ભળે પછી તેનામાં શિષ્યભાવ રહેવો કેટલો કઠણ છે, તે આ દૃષ્ટાંતથી સમજાય છે. અહંને કારણે તે જીવને એમ લાગે છે કે શિષ્યપણે રહેવામાં કેટલું ગુમાવવું પડે છે? ગુરુની ચાલે ચાલવામાં મારો વિકાસ કેમ થશે ! સ્વતંત્ર થવામાં જ વિકાસ છે તેવો ભ્રમ ઉત્પન્ન થાય છે. ભાઈ ! ગુરનિશ્રા કે ગુરઆજ્ઞા પરતંત્રતા નથી પણ વાસ્તવમાં સ્વતંત્રતાના eeeeeeeeeeeeeeeeeeeeeeeee - - - - - - - - - - - - - કલાકાહહહહાહાહાહાહાહાહાકલ હિતશિક્ષા : ૧૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy