________________
AAAAAAAAAAAAAAAAAAAAANNNAAAAAAAAANNNAAHANNAMAANANTARAN
છે ત્યારે તે પોતાનું હેત કરવાની ઊંડી ખાઈમાં ઊતરી પડે છે.
છતાં ભગવાનની નિશ્રા સેવેલી હતી, કે પછી તેનું ભવિતવ્ય ઊજળું હતું, ગમે તે કારણે અંત સમયે પશ્ચાત્તાપથી પાવન થઈ પુણ્યાત્મા થયો ખરો. કૃતજ્ઞતાથી ઉપકારી પર અપકાર કરવાની મનોવૃત્તિ જીવનું આત્મબળ હરી લે છે. માટે સદા ઉપકારી પ્રત્યે કૃતજ્ઞભાવ રાખવો.
જેની પાસે દીક્ષા, ભિક્ષા કે શિક્ષા પામો તેના ઉપકારને ક્યારેય ભૂલતા નહિ; એવો અપરાધ મનોવૃત્તિને હલકી પાડે છે, અને ભાવિમાં ઘણાં દુઃખોનું ભાજન બનાવે છે. માટે ગુરુ સ્થાને ગૌતમસ્વામીને ભજી તેમના જેવા સરળતાના, સમર્પણના અને શરણાગતિના ગુણોની સર્વદા ભાવના કરજે. માંગે તો એ જ માંગને બાકી સર્વ વ્યર્થ છે. સંસારની ભુલભુલામણીમાં ફસાતો નહિ, બુદ્ધિમાન રહી ગૂંચ ઉકેલજે, ગૂંચવાતો નહિ.
તું ગૃહસ્થ છે. તારી સામે સંસાર છે. ક્યાંક ગૂંચ પડે તો ગુરુ ગૌતમસ્વામીના ચરણમાં શીશ નમાવી, સત્યને ગ્રહણ કરવાની તીવ્ર જિજ્ઞાસા રાખજે, તેમના પ્રત્યેનો સમર્પણભાવથી તારો આત્મા જ તને સત્યનો પ્રકાશ આપી સન્માર્ગે વાળશે. અથવા આ કાળમાં પણ એવા નિઃસ્પૃહ આત્મજ્ઞાનીનો યોગ તને મળી રહેશે, કે જે તને સાચા માર્ગે દોરી જશે.
વીતરાગ માર્ગ પામીને જ્યારે તમારે ધર્મ ગ્રહણ કરવો છે તો તે માર્ગની કંઈક સમજ હોવી જરૂરી છે. જો કે સામાન્ય શ્રોતાજન તો સરળ હોય છે. પરન્તુ જેની પાસે સાચા ધર્મની જિજ્ઞાસા નથી હોતી, તેવા જીવો આ ગોશાળકમતના ગુરુઓમાં ફસાય છે. તેમાં દોષ તો પોતાનો જ છે. કારણ કે જીવને સાચા ધર્મની એરણ પર ચઢાવવાને બદલે, ચમત્કારમાં જ હિત જણાય છે. તેથી તેઓ જાણીને ડૂબે છે.
શિષ્યભાવે કે ગુરુભાવે મરીચિ, ગોશાળક કે જમાલિની વૃત્તિ જો જીવોમાં રહેલી હશે, જો શિષ્ય ભાવવાળો હોય તો તે સહેલો ધર્મ મળે ત્યાં કે જ્યાં જીવને કંઈ ત્યાગ-સંયમ કરવા ન પડે, સંસાર ચાલે છે
૧૨૬ હિતશિક્ષા
WARNARNANNARR
ગામડા ના કાકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org