SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ મારા આત્માને છેતર્યો છે. તમને સૌને મેં અવળે માર્ગે દોર્યા છે. આવા ઘોર પાપના પ્રાયશ્ચિત્તરૂપે તમે સૌ મારા મરણ પછી મારા શરીરને પગથી બાંધી રાજમાર્ગો પર ઘસડીને લઈ જજો. મારા પર થૂકજો. અને ઘોષણા કરજો કે આ સર્વજ્ઞ નથી પણ મંખલીપુત્ર, ગુરુનો દ્રોહી છે. સર્વજ્ઞ તો મહાવીર જ છે. મરણકાળે આમ પશ્ચાત્તાપના અગ્નિમાં બળતો, તેજોલેશ્યાના દાહથી પીડાતો તે મરણ પામી અંતના પ્રાયશ્ચિત્તના કારણે દેવલોકમાં ઉત્પન્ન થયો. પાછળથી શિષ્યોની દશા બેધારી તલવાર જેવી થઈ. જો ગુરઆજ્ઞા પાળે છે તો લોકોમાં પોતે હાંસીને પાત્ર થાય છે. ગુરુઆજ્ઞા ન પાળે તો અવજ્ઞાનો દોષ લાગે. તેથી કેટલાક ડાહ્યા મનુષ્યોએ બુદ્ધિચાતુર્થ વડે નક્કી કર્યું કે, આ કુંભારની જગામાં જ દ્વાર બંધ કરી શ્રાવસ્તી નગરી ચીતરી, તેમાં શબને આઘોષણાપૂર્વક ઘસડ્યું, અને પછી બહાર કાઢ્યું ત્યારે ભોળા ઉપાસકોએ જયજયકાર કરીને મોટા ઉત્સવસહિત અગ્નિસંસ્કાર કર્યો. ગોશાળક અંત સમયે સત્યનો સ્વીકાર કરી પ્રાયશ્ચિત્ત કર્યું, અને બાળ તપાદિ કરેલા તેથી સ્વર્ગલોક પામ્યો પણ તે તો સ્વપ્ન જેવું જ થવાનું હતું. શેષ પુણ્યના કારણે તે ગોશાળક દેવલોકના સુખભોગથી, દીર્ઘકાળ સુધી સાતમી નરકે અને અન્ય તિર્યંચભવ કરી, ઘણું દુઃખ ભોગવશે. પણ અંતકાળે સર્વજ્ઞના વચનનો સ્વીકાર કરવાથી તેને ઘણા પરિભ્રમણ પછી મનુષ્યજન્મ પ્રાપ્ત થશે. મુનિપણું ગ્રહણ કરી ઘણાં કર્મોની આલોચના કરી અંતે મુક્ત થશે. હિતશિક્ષા હે ચેતન ! પ્રભુ તો એ જ પ્રભુતાવાળા હતા, પણ જીવના કોઈ કુસંસ્કાર મોટી ભૂલ કરાવી દે છે. જીવ જ્યારે જ્ઞાનીનો પરિચય યથાર્થપણે પામતો નથી, ત્યારે ભૂલની પરંપરા સર્જતો રહે છે. માટે માનવજન્મમાં સંસ્કારની શુદ્ધિ માટે પ્રભુવચનને પ્રમાણ કરી શ્રદ્ધા કરો. પ્રભુનું જીવન ચમત્કારના નમસ્કાર માટે નથી, પણ જીવનશુદ્ધિના માર્ગ માટે છે. ૧૨૨ : હિતશિક્ષા ના વહન કરવા કરતા હતા no rono one nees on soooooooooooooo બાબા રામ રામ Jain Education International, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy