________________
ભગવાન કેવળજ્ઞાન પામ્યા પછી, અનુક્રમે વિહાર કરીને શ્રાવસ્તી પધાર્યા, ત્યારે યોગાનુયોગ ગોશાળક પણ તે નગરીમાં અગાઉથી આવેલો હતો.
ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું કે આ ગોશાળક સર્વજ્ઞ કહેવરાવે છે તે સત્ય છે ? ભગવાને કહ્યું કે, “તે મંખલીપુત્ર છે તે સર્વજ્ઞ નથી.'' નગરમાં આ વાત પ્રસિદ્ધ થઈ. આથી તે કોપાયમાન થયો, શીઘ્રતાથી પ્રભુ પાસે આવ્યો અને આવેશસહિત બોલાવ્યા લાગ્યો કે “હે કાશ્યપ ! તું મને આ ગોશાળક છે અને મારો શિષ્ય હતો એમ કહેરાવે છે, તે તારું વચન મિથ્યા છે. તું મારો ગુરુ નથી. તે ગોશાળક તો મરણ પામ્યો છે. મારું નામ તો ઉદાયમુનિ છે.'
પ્રભુએ શાંતિથી જવાબ આપ્યો કે તું ગોશાળક છે. શા માટે અસત્ય બોલે છે ?'’
આથી ગોશાળક અત્યંત ક્રોધે ભરાયો, અને ભગવાનને અપશબ્દ બોલવા લાગ્યો, ત્યારે એક શિષ્ય ગોશાળકને કહેવા લાગ્યો કે “ભાઈ, તું જ ગોશાળક છે. ભગવાને તને વિદ્યા આપી છે. પછી શા માટે અસત્ય બોલે છે.'' આ શબ્દો સાંભળતાં જ તેણે દૃષ્ટિ વિષે સર્પની જેમ તે મુનિ પર તેજોલેશ્યા મૂકી, તે મુનિ તરત જ તેજોલેશ્યાથી દગ્ધ થઈ સમાધિમરણ પામ્યા. બીજા શિષ્યની પણ એ જ દશા થઈ.
ભગવાને તેને સમજાવવા પ્રયત્ન કર્યો, ગોશાળક તું આ વિદ્યા મારી પાસેથી શીખ્યો છે. હવે શા માટે તેનો દુરુપયોગ કરે છે. આથી કોપે ભરાયેલા ગોશાળકે ભગવાન પર તેજોલેશ્યા મૂકી, .તે તેજોલેશ્યા પ્રભુની પ્રદક્ષિણા કરી પાછી ફરી. તેજોલેશ્યાની અસર પ્રભુના શરીરને બાળી ન શકી પણ કંઈક અશાતા આપતી ગઈ. પાછી ફરેલી તે તેજોલેશ્યા છેવટે ગોશાળકના જ શરીરમાં પ્રવેશ પામી. છતાં તેણે વિચાર્યું કે હમણાં ભલે આ કાશ્યપ બચી ગયો, પણ ફરીથી તેજોલેશ્યા મૂકીશ ત્યારે બચી શકશે નહિ.
ગોશાળકના શરીરમાં પ્રવેશ કરેલી તેજોલેશ્યાએ તેનો પ્રકોપ બતાવી
૧૨૦ ક હિતશિક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org