________________
ન નનનન
તો કંઈ પણ શુભ લઈને આવ્યો હતો. અને વિદાય વેળાએ કેટલું શુભ લઈ જાય છે તે જ્ઞાની જાણે. એ બધા સામાન્ય માનવોનું કાળક્રમે અસાધારણ વ્યક્તિત્વ કેવી રીતે વિકાસ પામ્યું તે જાણવા અને શીખવા માટે આ કથાઓ છે. ચંદનબાળાની વાત તો સામાન્ય છે કે એક હતો રાજા તેને એક રાણી હતી. તેને એક રાજકન્યા હતી ક્યાં સુખ મળ્યું કે ક્યાં તેને દુઃખ પડ્યું. આ વાત અહીં પૂરી થતી નથી.
શતાનિક રાજાની સત્તાકાંક્ષાએ કેવી ભયાનકતા સર્જી, પોતાના પુણ્યથી મળેલું સુખ સંતોષપ્રદ નથી બનતું ત્યારે માનવી પુણ્યનો દુરુપયોગ કરી પુણ્યને પાપમાં ફેરવે છે. ત્યારે તેની સાથે બીજી પણ ઘટનાઓ ઘટે છે.
ધારિણીની શીલ પ્રત્યે કેવી પ્રીતિ હતી કે શીલભંગની વાત સાંભળતાં જ પ્રાણ ટક્યા નહિ. આજે તો શીલનું મૂલ્યાંકન જોખમમાં પડ્યું છે. છતાં આવાં સ્ત્રીરત્નોનાં બલિદાનથી સ્ત્રીજગતમાં શીલ સચવાતું રહ્યું છે.
વસુમતી રાજકન્યા, ગણતરીના દિવસમાં જ દાસી બની ગઈ. માનવ પોતાના સુખ કે દુઃખનું સર્જન પોતે જ કરે છે. પરંતુ જેનામાં સમજ પેદા થઈ હોય છે, અને ધર્મના શરણમાં જેની શ્રદ્ધા છે તેને કસોટીમાંથી પાર થવું પડે છે, પણ અંતે તેને સુખ મળી જાય છે.
વસુમતી, ચંદના બની, અને જે પરિસ્થિતિ નિર્માણ થઈ તેને નિભાવી લીધી. માતાએ આપેલા સંસ્કારને લક્ષ્યમાં રાખી ખૂબ વિનયવડે ધનવાહ શેઠને ત્યાં રહી. પરંતુ વિધાતાને હજી તેના સત્ત્વને કસોટીએ ચઢાવવું હતું. અને તે મૂળાની શંકામાં ઝડપાઈ ગઈ. તેવા સમયે ચંદનાએ શાંતિથી પોતાના કર્મનો દોષ જોયો. મૂળા માટે તેના ચિત્તમાં કોઈ અપ્રીતિ ઊપજી નહિ, તેથી નવકારનો આધાર લઈ કલાકો અને દિવસો પસાર કરતી રહી.
ભલા ! તમને આ વાત બીજાની છે એટલે સહેલી લાગતી હશે. તમે સ્વેચ્છાએ ઉપવાસ ન કર્યો હોય અને તમને દરિદ્રતાને યોગે કે
- ૧૧૨ હિતશિક્ષા |
www
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org