SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ રાતા રામ નવા કામ કરતા કરતા કરતા કરતા નીકળી બેડીને તોડવા લુહારને બોલાવવા દોડ્યા. સજળ નયનવાળી ચંદના પગની જંજીરો અને સૂપડામાં રહેલા બાકુળાને જોતી વિચાર કરે છે. અહો દૈવ ! કેવી તારી ગહનતા છે કે સંસારના જીવો તારા નચાવ્યા નાચે છે? રાજકન્યા વસુમતીનાં લાડપાન ક્યાં ? અને આજની ચંદનાના આ અપમાનજનક પ્રસંગો ક્યાં ? રાજમહેલનાં રસવંતા ભોજન ક્યાં? અને આ સૂકા બાકુળા ક્યાં ? છતાં જ્યારે ત્રણ દિવસે આ ભોજન મળ્યું છે તો તેનો પ્રતિકાર શો કરવો? પણ જો કોઈ અતિથિ આવે તો પ્રથમ તેને જમાડીને જમું તો આ અશુભનો ભાર હળવો થાય. - ચંદનાને બારણે પ્રભુ પધાર્યા પારણે આખરે પાંચ માસ અને પચીસ દિવસથી ઘૂમતા તપસ્વી મહાવીરનાં ચરણ તેમને ચંદના પાસે લઈ આવ્યાં. પ્રભુને નિહાળીને ચંદનાનું રડતું હૃદય હસી ઊઠ્યું. આંખમાં હર્ષાશ્રુ સાથે તે બોલી “પધારો પ્રભુ પધારો” અને બળ કરીને તે ઉંબરા વચ્ચે બેડી સહિત ઊભી રહી. તે પોતાની સઘળી વિપત્તિ ભૂલી ગઈ અને પ્રભુને વંદન કરી બોલી. “હે પ્રભુ! આજે મારાં ઘન્ય ભાગ્ય છે કે આપ આ દાસી સમક્ષ આવીને ઊભા છો. તેની ભાવનાપૂર્તિ માટે પધાર્યા છો, પણ મારું ભાગ્ય કંઈક હિણું છે. તેથી આપને ઉચિત ભોજન આપી શકતી નથી. છતાં આ બાકુળા ગ્રહણ કરીને મને ધન્ય બનાવો, પ્રભુ આપના દર્શન માત્રથી મારા દુઃખનો નાશ થયો છે.” કદાચ આ ઘડી માટે જ કર્મરાજાએ આ નાટક ભજવ્યું હશે ? તપસ્વી પ્રભુએ ચંદના પ્રત્યે અમીદ્રષ્ટિ કરીને જોયું. તેમના માનસપટ પર અભિગ્રહ માટે જે સંકેત અંકિત થયો હતો તે પૂર્ણ થયેલો જાણી, પ્રભુએ પોતાના કર ચંદના સામે પ્રસાર્યા, ચંદનાએ હર્ષોલ્લાસ સહિત પ્રભુને અડદના બાકુળા અર્પણ કર્યા. પ્રભુને પારણું થયું. સત્પાત્રતા અને સત્પુરુષનો યોગ થતાં તે જ સમયે ચંદના પગની જંજીરોથી મુક્ત થઈ, અને પરિભ્રમણની મુક્તિનું બીજ પણ પામી ગઈ. તે સમયે શું ૧૦૮ ૪ હિતશિક્ષા હતા અમરનારના ગાળામાં કરવા માગતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy