SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન કલાકાત ANAWWMWWWWMMMMMWWwwwwwwwwwwwwwwwwwwww જાનને જોખમે લડેલા જાણે કંઈક બદલો લેવાનો હોય તેમ સૈનિકોએ નગરને લૂટ્યું. તેમાં મુખ્ય સુભટ નામ કોકમુખ અને ખરેખરો તે કાળમુખ જેવો રાજમહેલ પર ત્રાટક્યો. રાણી ધારિણીએ રાજકન્યા વસુમતી સહિત શીલની રક્ષા માટે વનની વાટે દોટ મૂકી. વિકારનો શિકાર બનેલો તે કોકમુખ તેમની પાછળ પડ્યો; અને મા-પુત્રીને પડી પાડ્યાં. સુભટે ધારિણીને કહ્યું કે “તને મારી પત્ની બનાવીશ, પછી તું ખૂબ સુખી થઈશ.” પરંતુ ધારિણીને શરીરના સુખ કરતાં શીલની રક્ષા પ્રિય હતી. આથી તેણે જ્યારે સાંભળ્યું કે આ સૈનિક તેને પોતાની પત્ની બનાવશે. અને તેના જીવમાં એવો ફફડાટ વ્યાપી ગયો છે, તેનું પ્રાણપંખેરુ ક્ષણમાત્રમાં દેહને ત્યજીને ઊડી ગયું. આમ પ્રાણરહિત દેહ સૈનિકને સોંપી દીધો. પ્રાણ વગરના દેહને તે શું કરે ! ક્ષોભ પામેલા સુભટે વસુમતી તરફ જોયું. નિર્દોષ હરણી જેવી શિશુવયમાં આવેલી કન્યા ફફડતી હતી. કોકમુખને સ્વાર્થબુદ્ધિએ કંઈક સદ્દબુદ્ધિ આપી. કે આ કન્યા પણ જો માનો માર્ગ પકડશે તો કન્યા અને કંચન બંને જશે, આથી તેણે વસુમતી પ્રત્યે સ્નેહ દર્શાવ્યો અને તેની ક્ષમા માગી, તેની તરફ નિર્દોષ વર્તાવ કર્યો. અશુભકર્મનો ભોગ બનેલી એ કન્યાને માટે હાલ તો નવકારમંત્રનું શરણ જ રક્ષક હતું. વસુમતીને લઈને તે સુભટ કૌશામ્બી પહોંચ્યો, અને પોતાના સ્વાર્થને કારણે વસુમતીને તેણે ગુલામના બજારમાં વેચાણ માટે ઊભી રાખી. કોઈ પુણ્યોદયે તે વખતે ત્યાં આવી ચઢેલા ધનાવહ શેઠે વસુમતીને જોઈ, અને તે મા મુખ પરની કાંતિ, નિર્દોષતા અને નવકારમંત્રના સ્મરણથી ઉપસેલી સંસ્કૃતિએ, ધનાવહ શેઠના દિલમાં અનુકંપા અને સદ્ભાવ પેદા કર્યો. ઘણું ધન આપીને પણ તેમણે એ કન્યાને ખરીદી લીધી, અને જાણે પિતા પુત્રીને લઈ જતા હોય તેમ તેને પોતાને ઘરે લઈ આવ્યા. કન્યાને મૂળા શેઠાણીને સોંપી, અને કહ્યું કે આ કન્યા આપણી પુત્રી જેવી છે, તેને સાચવજે. શીતળ સ્વભાવની એ કન્યાનું નામ ચંદના રાખવામાં આવ્યું. RAMANMARAANAAN MAANVAWMMMMMMMMMMMMMMMMMMMWANA MAMAMAMAMAMMAN MADARASSADAN કરતા નહીવટ ૧૦૪ ૪ હિતશિક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy