SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ તેનું મસ્તક મૂંડિત હશે. પગ જંજીરોથી જકડાયેલા હશે. તેની પાસે સૂપડામાં ફક્ત બાફેલા અડદ હશે. તે ઉંબરાની અંદર નહિ બહાર નહિ તેમ ઊભી હશે. સમય મધ્યાહ્નનો હશે. ત્રણ દિવસની ઉપવાસી હશે. સજળ નયનો હશે. અતિન્દ્રિયજ્ઞાનની લબ્ધિ વગર કોઈ જીવના ઉદ્ધારનું આવું અનુપમ દૃશ્ય અભિગ્રહમાં આવવું સંભવિત જણાતું નથી એવું લાગે છે. આવો ગૂઢ સંકેત કેવી રીતે પ્રગટ થયો તે જોઈએ. સ્વયં ભગવાન સિવાય કોઈ જ જાણે નહિ એવો આ અભિગ્રહનો પ્રારંભ થયો. દિવસો વીતવા લાગ્યા. અને મહિનાઓ પણ વીતવા લાગ્યા. પાંચ માસ ને પચીસ દિવસ પૂર્ણ થયા. કૌશંબીના રાજા અને પ્રજા સૌ ચિંતિત હતા. ભગવાન ભિક્ષા માટે મધ્યાહે નીકળતા, અને ભિક્ષા ગ્રહણ કર્યા વગર જ પાછા ફરી જતા. ભગવાનનો અભિગ્રહ પણ કોઈની કલ્પનામાં આવે તેવો ન હતો. યોગાનુયોગ જ ઘટના ઘટે તેવો અભિગ્રહ હતો. શુભ-અશુભનું તાંડવ શુભયોગમાં ભરોસો રાખનાર પ્રાણી અશુભના ચોઘડિયામાં કેવો આવી જાય છે, કે તેણે ભોગવેલાં સુખ તો સ્વપ્ન જ બની જાય છે. ચંદના માટે આવું જ કંઈ બની ગયું. તે કાળના બે રાજાઓ. એક દધિવાહન ચંપાનગરીનો રાજા અને બીજો કૌશંબીનો શતાનીક રાજા હતો. શતાનીકનું કૌશંબીનું રાજ્ય કાંઈ તેને સૂવાબેસવા નાનું પડે તેવું ન હતું. પરંતુ મહત્વાકાંક્ષાને માંડવે બેઠેલા એ રાજાને રાજ્યવિસ્તાર માટે, અને કોઈ પૂર્વગ્રહની રસાયેલી તેની વૃત્તિએ ચંપાનગરી ઉપર હુમલો કર્યો, દધિવાહન રાજા હાર્યો. સંગ્રામમાં જીતેલા સૈનિકોની પાશવી વૃત્તિએ નગરમાં જુલમ ગુજાર્યા હિતશિક્ષા : ૧૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy