SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ નીચે વિસ્ફારિત નેત્રે ધ્યાન કરતા ત્યારે, બાળકોને માટે આ ન જોયેલું કૌતુક હતું. આથી બાળકો ભગવાનના શરીર પર ચેડાં કરતા. મોટા અવાજ કરી ભગાડવા પ્રયત્ન કરતા. પણ આ ભગવાનને તો સર્વ સમાન હતું. ધન્ય પ્રભુ, આવા પ્રસંગો પણ અમારા જીવનને કંપાવે છે. એમાંથી જો અમે બોધપાઠ લઈએ, અને માન-અપમાનનો ભેદ ભૂલી જઈએ તો અમારો મોક્ષ આ જ ઘરતી પર પ્રગટ થાય. પણ આ પંચમકાળના સુખશાતા ઇચ્છતા જીવો, મોહનીય કર્મથી ઘેરાયેલા જીવો, પાપથી ડરતા નથી પણ દુઃખથી દૂર ભાગે છે. તેમને માટે આવા પ્રસંગો એક કોયડો બને છે, કે શા માટે ભગવાને આવાં કષ્ટોને આમંત્રણ આપ્યું? કર હિતશિક્ષા : હે જગતના જીવો ! તમે દુ:ખ કે પ્રતિકૂળતામાં પણ સમતાથી ટકીને કર્મની વિવશતાને કેવી રીતે તોડો, તેના પાઠ શીખવવા મહાવીરે આ પ્રસંગોને પ્રગટ કર્યા હતા. એમાં પોતાનું શ્રેય તો હતું; પણ જગતના જીવો માટે તો મોટી હિતશિક્ષા જ હતી. અધખુલ્લી આંખે ભગવાન ધ્યાનમાં હતા. ત્યારે, કેટલાક અનાર્યો ત્યાં આવી ચઢ્યા ભગવાનને કંઈ પૂછવા લાગ્યા. જવાબ ન મળતાં શરીરને હલાવવા લાગ્યા. છતાં ભગવાન તો અડોલ રહ્યા. ત્યારે લોકો તેમના પર થૂક્યા. પણ ભગવાનને ઘૂંક અને વિલેપનનો ભેદ જ ક્યાં હતો ? થુંકવાવાળા થાક્યા. ત્યારે છેવટે તેમણે અર્ધખુલ્લી આંખ પર ધૂળ ફેંકી, છતાં આંખ ન તો બંધ થઈ કે ન મુખ ખુલ્યું. એ જ અમીરસ ઝરતી આંખ. અને મૌનની પ્રસન્નતા. છેવટે પેલા અનાર્યોને થયું કે આ માણસ કોઈ અનન્ય છે ભગવાન તો મૌનદશામાં જ રહ્યા. એ જ નિઃસ્પૃહતા. પ્રભુના પ્રસંગોની કથા જો આપણી વ્યથા બને તો સૌ જીવો પ્રત્યે આપણો સમભાવ કેળવાય. જરા જરામાં નંદવાતું ઉગ્ર બનતું, આક્રોશને પ્રગટ કરતું, આપણું મન શાંત થવા પ્રેરાય, પણ ભગવાનના પ્રસંગો હિતશિક્ષા # ૧૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy