________________
wwwwwwwwwwwwww
કાકા કાલાવાડ રહse હરાવળeણ કરાતા કારતક સહકાશoseણા સમeos essense વાયાકાતાવાર કામ
એકવાર ભગવાન જંગલવાસીઓની ભૂમિમાં જઈ ચઢ્યા. ત્યાં તો વળી ભગવાનની ઓળખ શું હોય ! તેમણે તો ભગવાન પર કૂતરા છોડીને તેમને ભગાવી દેવાનો જ પ્રયાસ કર્યો. અપશબ્દો બોલવાનો જાણે તેમનો સંસ્કાર હતો. અરે કેટલાક તો ઘૂંકતા પણ સંકોચાતા નહિ. આવું તો કેટલુંય બન્યું. કડ હિતશિક્ષા :
આત્મસાધકની અંતરદૃષ્ટિને નિહાળવા માટે ભાઈ! તને અંતરચક્ષુ જોઈએ છે. ગમે તે પરિસ્થિતિમાં ન રક્ષણ, ન પ્રતિકાર, ન અવાજ.
ભાઈ, ભગવાન સ્વ-અર્થી અને પરમાર્થી હતા. પોતાને જે સુખ મળે તે વહેંચવા તે ભગવાન થયા હતા. જગતમાં જ્યાં જ્યાં ઋણના કણ પડ્યા છે તેની સફાઈ કરતા હતા. અને અંતરને મૈત્રી, અહિંસા સમતા અને નિર્ભયતાની કસોટીના પત્થરે કસીને શુદ્ધતાને પ્રાપ્ત કરતા હતા. અંતરંગની શુદ્ધિ વગર મુક્તિ નથી. તેમણે એ કસોટીની પરાકાષ્ઠાએ પહોંચી માનવોને યથાશક્તિ માર્ગ દર્શાવવો હતો.
વાસ્તવમાં આ બહારના પ્રસંગોની જે ભયંકરતા દેખાય છે, તે વાસ્તવમાં જીવમાં રહેલી કલુષિત વૃત્તિઓનું તાંડવ છે. બહારમાં વીંછીના ડંખ. સર્પનું ઝેર, વગેરે જીવની વૃત્તિમાં રહેલાં કલેશજનિત પરિણામોની પ્રકૃતિના પ્રતિકો છે. આ દરેક પ્રસંગોમાંથી માનવમનમાં રહેલી વિકૃતિ પશુ, માનવ કે રાક્ષસનાં પ્રતીકો દ્વારા પ્રગટ થાય છે.
દરેક પ્રસંગથી તમે તેનો વિચાર-વિનિમય કરશો તો પોતાના જ અંતરંગથી મૂંઝાઈ જશો.
પ્રભુને પ્રથમ દિવસે જ ગોવાળ મારવા તૈયાર થયો તે પ્રસંગ શું સૂચવે છે? તમે કોઈને બેત્રણવાર કંઈ પૂછતા હો ને જવાબ ન મળે, તમારામાં શારીરિક બળ છે. તમારો અવાજ પહેલીવાર કરતાં બીજીવાર અને બીજીવાર કરતા ત્રીજીવાર કેવી માત્રામાં પ્રગટ થાય. એ ગોવાળ શું આપણા અવાજમાં નથી પ્રગટ થતો ! કુલપતિને ત્યાંનો પ્રસંગ, ઝૂંપડી સાચવવાની શિખામણ તે પ્રભુને
ન ૯૨ ડિ હિતશિક્ષા |
WYMAMLAMANMAMAMARAAMAMARAAMMINUMAN
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org