________________
-
-
-
-------
------
ડાકલા વારસદારાના કારખાનાના
મરણને શરણ થશે, પણ આ શું? આ માનવ તો વૃક્ષની જેમ સ્થિર ઊભો જ હતો. આથી તેનો ક્રોધ તીવ્રતાથી પ્રગટ થયો. ફૂંફાડાથી ચિત્કાર કરીને તે શ્રમણ મહાવીરના પગે ડંખ મારી ખસી ગયો, રખે ને આ માનવ તેના પર પડે !
પણ આશ્ચર્ય! આ માનવ દૃષ્ટિવિષથી પણ પડ્યો નહિ. ડંખથી મર્યો નહિ. તેનો આવેશ પરાકાષ્ઠાએ પહોંચ્યો, ફૂંફાડાની ભયંકરતા વધી ગઈ, તેનું આખું અંગ ધ્રૂજવા લાગ્યું, અને દૃષ્ટિવિષ તો જાણે લોહી તરસી બની ગઈ. તેમાંય પાછી છરીના ધાર જેવી તેની લપકા મારતી જીભ બહાર કાઢી શરીરનું બધું જ જોર એકઠું કરીને તેણે પુનઃ ડંખ માર્યો અને પોતે જ ભય પામીને પાછો હટી ગયો.
નિષ્ફળ ગયેલો સર્પ હવે વધુ ઝૂમી ઊઠ્યો. રૌદ્ર રૂપ હતું તેમાં રૌદ્રરસ ભળ્યો તે આખો જ શ્રમણ મહાવીરના પગે વીંટળાઈ વળ્યો, અને હતું તે બધું જ વિષ ડંખ દ્વારા ઓકી નાંખ્યું. છતાં ભગવાન તો ભગવાન સ્વરૂપે અચલ જ રહ્યા.
આખરે સર્પ થાક્યો, હાર્યો. પ્રભુએ પણ અમી ભરેલી નજરે સર્પ પ્રત્યે જોયું. થાકેલો સર્પ પોતાની વિશાળ કાય સંકેલીને શ્રમણ મહાવીરના પગ સામે બેસી ગયો. ભગવાનની અમી ઝરતી નજરથી સર્પનું રહ્યુંસહ્યું વિષ તેની દૃષ્ટિમાંથી અદૃશ્ય થઈ ગયું. અને તે શાંતિનો અનુભવ કરવા લાગ્યો. તૃષાતુરને જળપાન કરાવે તેમ ભગવાને તેને સુધારસનું પાન કરાવ્યું.
બુઝ બુઝ ચંડકૌશિક બુઝ શાંત થયેલા ચિત્તમાં દિવ્યવાણી ગુંજી રહી, અને “ચંડકૌશિક' શબ્દનું શ્રવણ થતાં જ તે ભૂતકાળમાં સરી પડ્યો અને તેને ભાન થયું, અહો ! મળેલું આત્મધન ગુમાવીને આ દશા પામ્યો છું. તે પુનઃ ભગવાનને પ્રણમી રહ્યો. જાણે ક્ષમાયાચના કરવા લાગ્યો. “ક્ષમા કરો, પ્રભુ ક્ષમા કરો ; તારો, પાપીને તારો” ભગવાને તો સર્પને મૈત્રીભાવે નિહાળ્યો. સર્પને સંકેત મળી ગયો.
હિતશિક્ષા થી ૮૯
નાના નાના બાળક શીતળા - - - - - - - રામના
જ
ન
જ
બાળ ગરબા
મા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org