________________
વાક્યોથી ભરપૂર આ બંને ગ્રંથો જીવનમાં કંઠસ્થ કરવા જરૂરી છે.
મુક્તિની પ્રાપ્તિના અનન્ય ઉપાયભૂત આ જ ઉત્તમોત્તમ માર્ગ છે. આ ગ્રંથોનું મહત્તમ રીતે જેટલું મનોભૂમિમાં મહત્ત્વ સ્થાપિત થાય તેટલો પ્રત્યક્ષ લાભ વ્યવહાર અને રોજિંદા જીવનમાં પ્રાપ્ત થાય છે.
આવા જ્ઞાન અને અધ્યાત્મના ગ્રંથનો ભાવાનુવાદ કરવા મુમુક્ષુ સુનંદાબહેન વોહોરાને પ્રેરણા કરતાં તેઓએ પૂ. પંન્યાસ શ્રી ગંભીરવિજયજી મ.ની અધ્યાત્મસાર ઉપરની ટીકાના ભાષાંતરને કેન્દ્રમાં રાખી આ અધ્યાત્મસાર ગ્રન્થનો ગુજરાતીમાં જે ભાવાનુવાદ કર્યો છે અને તે અંગે તેઓએ પોતાના ક્ષયોપશમથી જે પરિશ્રમ કર્યો છે તે અંગે તેઓની શ્રુતભક્તિ પ્રશનીય અને અનુમોદનીય ગણી શકાય તેવી છે.
અધ્યાત્મના સારભૂત પદાર્થોના જિજ્ઞાસુઓ આ ભાવાનુવાદ વાંચી જીવનમાં પોતાની આંતરિક ક્ષતિઓ, ઊણપો, - દોષો અને કર્મમળને દૂર કરી અધ્યાત્મપૂર્ણ પૂર્ણતાને પામે એ જ અંતરની શુભેચ્છા સાથે એમના પરિશ્રમનું ફળ ગણીએ.
પાલીતાણા
વિજય ચંદ્રોદયસૂરિ
ફા.સુ.૧૫. પ-૩-૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org