________________
અધ્યાત્મસાર ગ્રન્થની આંતરિક વાત
પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમાન વિજય કસ્તૂરસૂરિશ્વરજી મહારાજાને પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મ.ના જ્ઞાનસાર અને અધ્યાત્મસાર ગ્રંથ અંગેનો આંતરિક લગાવ વખતોવખત ઘણી વાર જોવા મળ્યો છે. આ બંને ગ્રંથો અંગે ચિંતનાત્મક નવનીત પ્રસંગોપાત સાંભળવા પણ મળ્યું છે. અને તેથી જ તે પૂજ્યશ્રી ચાતુર્માસિક કે વાર્ષિક આલોચના માંગનાર આરાધકોને આલોચના આપતા ત્યારે જીવદળ જો તત્ત્વ રુચિવાળો ને સુજ્ઞ હોય તો આ બંને ગ્રંથો પૈકી કોઈ પણ એક ગ્રન્થ મુખપાઠ કરવા આપતાં અને એ શક્ય ન હોય તો આ બંને ગ્રન્થોના ભાષાંતર પણ વાંચી જવા અચૂક આલોચના અંગે આપતાં મેં જોયાં છે.
મારી સંયમયાત્રાની પ્રાથમિક અવસ્થામાં બંને ગ્રંથો અંગેનો અભિપ્રાય પૂજ્યશ્રીને પૂછતાં તેઓશ્રીની એ રસપ્રદ એવી તત્ત્વગર્ભિત માર્મિક છણાવટ સાંભળતા પૂજ્યશ્રીની આધ્યાત્મિક ઊંચાઈનો ઊંચામાં ઊંચો ખ્યાલ પ્રથમવાર મને મળ્યો.
પૂજ્યશ્રીનું ખાસ માનવું હતું કે આપણે સહુ સંસારી જીવો અપૂર્ણ અને છબસ્થ (અજ્ઞાની) જીવો માટે સંસારવાસનાને દૂર કરવા અને અંતર્મુખ બનવા માટે આ ગ્રંથોનાં કોઈ પણ પ્રકરણો કે અષ્ટકોનો ભાવાર્થ સહેજ પણ વિચારતાં જો તેના ભાવને મળાવીએ તો સંજીવની ઔષધની જેમ તુરત અનન્ય ઉપકારક બની શકે છે.
સંસારના ત્રિવિધ તાપથી સંપત થયેલો જીવ જ્યારે ચારે તરફથી કરેલા પ્રયત્નો અને પ્રારબ્ધથી પાછો પડે છે, હતાશા અને મનોભગ્નતાથી કલુષિતતા ફરી વળી હોય ત્યારે કોઈ પણ અધિકાર કે અષ્ટકનો શ્લોક કે પદ માનવીના મનની મલિનતા, ચિત્તની ચંચળતા, વિષયાસક્તિ કે પ્રમાદભાવ જે માર્ગમાં સ્થિર રહેવામાં વિનભૂત એવા કુસંસ્કારોને દૂર કરવામાં એક નવું જ જોમ ને પ્રજ્ઞાનો પ્રકાશ સાંપડે છે.
ગ્રહણ કરેલાં વ્રતો, મહાવ્રતો કે ચારિત્રમાં નિર્મળતા અને વિશુદ્ધ પરિણામની ઉત્પત્તિ માટે ઉત્તમ વૈદ્યની પેઠે સુંદર ગરજ સારે છે.
તેઓ પૂજ્યશ્રીની ઉમેદ હતી કે જેમ અજૈનોને ગીતાજીનો સ્વાધ્યાય જરૂરી ગણાયો છે તેમ આપણા ચતુર્વિધ સંઘની પ્રત્યેક વ્યક્તિના જીવનમાં આ બે ગ્રંથોનો અભ્યાસ અત્યન્ત આવશ્યક છે.
જ્ઞાનના અને અધ્યાત્મના સારભૂત પૂ. ઉપાધ્યાયજીના ટંકોત્કીર્ણાત્મક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org