________________
મૂલાર્થ : જેનો ઉદય થવાથી જગતમાંથી રાત્રિનો નાશ થાય છે, અંધકારનો તત્કાળ ક્ષય થાય છે, માર્ગો નિર્મળ થાય છે, નેત્રોની ગાઢ નિદ્રા જતી રહે છે, તથા પ્રમાણોરૂપી દિવસના પ્રારંભને વિશે કલ્યાણકારક એવી નયવાણી પ્રૌઢપણાને ધારણ કરે છે, તે જિનાગમરૂપી સૂર્ય સમૃદ્ધિને પામો.
ભાવાર્થ : જિનાગમરૂપી સૂર્યનો ઉદય થતા જેમ રાત્રિનો અંધકાર નાશ પામે છે તેમ મોહરૂપી અંધકાર નાશ પામે છે. અર્થાત જીવો અધ્યાત્મ વડે દ્રવ્ય અને ભાવમાર્ગને પામે છે. તથા સમ્યગદર્શનને આવરણ કરનારો દષ્ટિનો વિકાર-દર્શનમોહ નાશ પામે છે. આવી કલ્યાણકારી જિનવાણીને જે પામે છે તે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે. નયોના યોગ્ય નિરૂપણ વડે, જ્યાં જ્યાં જેની યથાર્થતા છે તે જાણે છે તેને નયો ઉપકારી છે. [૭૪] અધ્યાત્મામૃતવમ સુનયોલ્લાસં વિનાવાનું !
तापव्यापविनाशिभिर्वितनुते, लब्धोदयो यः सदा ॥ तर्कस्थाणुशिरःस्थितः परिवृतः, स्फारैर्नयैस्तारकैः ।
सोऽयं श्रीजिनशासनामृतरुचिः, कस्यैति नो रुच्यताम्॥५॥ મૂલાર્થ : જે સર્વદા ઉદય પામીને અધ્યાત્મરૂપી અમૃતની વૃષ્ટિ કરનારા તથા તાપના પ્રસારનો નાશ કરનારા વાણીના વિલાસે કરીને પૃથ્વીવલયનો ઉલ્લાસ કરે છે, જે તકરૂપી મહાદેવના મસ્તક પર રહેલો છે, અને જે દેદીપ્યમાન નયોરૂપી તારાઓ વડે પરિવરેલો છે, તે આ શ્રી જિનશાસનરૂપી ચંદ્રકોને રૂચિ કરનાર ન હોય ?
ભાવાર્થઃ જિનાગમરૂપી શીતળતા આપનારો ચંદ્ર સીને રૂચિકર થાય છે, કારણ કે તે અધ્યાત્મરૂપી અમૃતને પ્રગટ કરે છે, અને મન, વચન, કાયાના વિકારથી ઉત્પન્ન થયેલા દોષોને જિનવાણી રૂપી અમૃત નષ્ટ કરે છે. જેમ ચંદ્રના કિરણથી કમળ ખીલે તેમ જીવમાં અધ્યાત્મભાવનાઓ પ્રગટે છે. તથા શુદ્ધનય વડે તર્ક વિરોધ રહિત આ જિનાગમ નૈગમાદિક નો વડે પ્રમાણિત છે. તે તત્ત્વના અભિલાષીને અત્યંત રુચિકર થાય છે.
૪૨૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org