________________
उद्ययुक्तिनदीप्रवेशसुभगम् । स्याद्वादमर्यादया । युक्तं श्रीजिनशासनं जलनिधिं मुक्त्वा परं नाश्रये ॥ १ ॥ જિનેશ્વરના આગમની સ્તુતિ.
મૂલાર્થ : વ્યવહાર અને નિશ્ચયની કથારૂપી ઊછળતા તરંગોના કોલાહલથી ત્રાસ પામતા એકાંતવાદીઓરૂપી કાચબાઓના સમૂહ વડે જેમાં કુપક્ષરૂપી પર્વતો તૂટી જાય છે, જે વિસ્તારવાળી યુક્તિઓરૂપી નદીઓના પ્રવેશ કરવા વડે મનોહર છે, તથા જે સ્યાદ્વાદરૂપી મર્યાદાથી યુક્ત છે, તે શ્રી જિનશાસનરૂપી સમુદ્રને છોડીને હું બીજા કોઈનો આશ્રય કરતો નથી.
ભાવાર્થ : હે ભવ્યાત્માઓ ! પૂર્વે કહેલા સર્વે ભાવાર્થોથી વિશાળ એવા જિનવચન છે. ક્રિયા અને જ્ઞાનરૂપ. વ્યવહાર અને નિશ્ચયના કથનથી ઊછળતા તરંગસમૂહથી, તેના યથાર્થ નિરૂપણથી ત્રાસ પામતા દુર્નયવાદીઓના એકાંત કથનો વ્યર્થ થાય છે. નિત્યા-નિત્ય એક-અનેક, શુદ્ધાશુદ્ધ, વિગેરે અનેકાંતવાદ સર્વ રીતે યુક્ત છે, સત્ય પ્રરૂપણા વડે મહાપ્રભાવશાળી જિનાગમરૂપ સમુદ્રને છોડીને હું અન્ય મતનો આગ્રહ કરતો નથી. જિનાગમોનું નિરૂપણ અનેકાંતને અનુસરતું હોવાથી ભવ્યાત્માઓને માટે તે વચનો જ યથાર્થ છે.
[૭] પૂર્ણ:, પુષ્પનયપ્રમાળરચનાપુએ સવાસ્થારસઃ ।
तत्त्वज्ञानफलः सदा विजयते, स्याद्वादकल्पद्रुमः ॥ एतस्मात् पतितः प्रवादकुसुमैः षदर्शनारामभूः । भूयः सौरभसमुद्वमत्यभिमतैरध्यामत्मवार्तालवैः ॥ २ ॥ મૂલાઈ : સમ્યક્ આસ્થારૂપી રસવાળાં પવિત્ર નયો અને પ્રમાણોની રચનારૂપ પુષ્પો વડે પૂર્ણ અને તત્ત્વજ્ઞાનરૂપ ફળવાળો સ્યાદ્વાદરૂપ કલ્પવૃક્ષ નિરંતર જયવંત વર્તે છે. તેના પરથી ખરી પડેલાં અભિષ્ટ અને અધ્યાત્મની વાર્તાના લેશવાળાં પ્રવાદરૂપ પુષ્પોવડે ષડ્દર્શનરૂપ ઉપવનની પૃથ્વી અત્યંત સુગંધ આપે છે.
ભાવાર્થ : સભ્યશ્રદ્ધાયુક્ત પવિત્ર નયો અને પ્રમાણો પ્રત્યક્ષપણે
Jain Education International
૪૧૮ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org