________________
- કાકા કાકી
to Go આગમપતિ
જ્ઞાનીજનોએ પ્રકાશ્ય છે કે જિનાગમ જિનવાણી સ્વરૂપ છે. નિર્મળભાવને પામ્યા છે એવા મહાત્માઓએ લોકહિત માટે, તથા સ્વપર શ્રેય માટે નિષ્કામ કરુણાથી આગમોની રચના કરી છે.
અહંત સર્વશદેવની નિર્દોષ દિવ્યવાણીને ગણધરોએ અંગપ્રવિષ્ટ તરીકે રચના કરી. મુનિશ્વરોએ શાસ્ત્રમાં ગૂંથી. તેના શ્રુતજ્ઞાન દ્વારા અનેક આત્માઓ સંસારથી મુક્ત થયા એવી આગમવાણીને નમસ્કાર હો. એમાંના બોધવચનને નમસ્કાર છે.
ધર્મની યથાર્થ રુચિવાળાને શાસ્ત્રયોગની પ્રાપ્તિ થાય છે. તેના સાચા અધિકારી અપ્રમત્ત દશાવાળા મુનિઓ છે. શાસ્ત્રયોગ એટલે જ્વળ શાસ્ત્રનું કોરું જ્ઞાન નથી. પણ ચિત્તની સ્થિરતા અને નિર્મળતામાંથી થયેલા જ્ઞાનનો ક્ષયોપશમ છે, કુશળપણું છે. જેમાંથી સાધકની સૂક્ષ્મ વિચારણા – ઉપયોગ જાગૃત બને છે. આથી દોષો દૂર થાય છે, શુદ્ધ જ્ઞાનાચાર આદિનું પાલન થાય છે.
આવો શાસ્ત્રયોગી વસ્તુના સૂક્ષ્મ સ્વરૂપને જાણી તેનું ચિંતન કરી ચિત્તની એકાગ્રતાને પામે છે. શાસ્ત્રોનું પ્રમાણ અતિ વિશાળ છે. શાસ્ત્રસમુદ્રને પાર પામવો દુર્ગમ્ય છે. છતાં સદ્ગુરુના અનુગ્રહથી તેમાં સુગમતા થાય છે. શાસ્ત્રયોગમાં જ્ઞાન અને શ્રદ્ધાનો યોગ હોય છે.
જૈનાગમની શૈલી માધ્યસ્થભાવવાળી છે. અન્ય મતને વિશાળતાથી સમાવેશ કરે છે. માળાના મણકાની જેમ નયોનો સમાવેશ કરેલો છે. પરંતુ નયવાદનો સંઘર્ષ માટે ઉપયોગ નથી કરતા. આવો યશસ્વી આગમ મત જયવંત વર્તો. પ્રબંધ દો
અધિકાર ૧૯મો આગમસ્તુતિ અધિકાર
ત્તિ૭૪] ઉત્સર્ણવ્યવહાનિશ્વયકાણોનવોનાહિત
त्रस्यदुर्नयवादिकच्छपकुलभ्नश्यत्कुपक्षाचलम् ॥
આગમસ્તુતિ અધિકાર : ૪૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org