________________
મૂલાર્થ : જેમ દુર્બળ ક્ષુધાતુર માણસોને ચક્રવર્તીનું ભોજન હિતકારક નથી. તેમ અલ્પ બુદ્ધિવાળા માણસોને આ આત્મતત્ત્વ હિતકારક નથી.
ભાવાર્થ : ઉપરના દષ્ટાંતથી એમ જાણી લેવું કે શુદ્ધ નિશ્ચય અનુસાર આત્મત્ત્વને જાણવા માટે પણ પાત્રતા જોઈએ, અલ્પ બુદ્ધિવાળા આ શુદ્ધ આત્મતત્ત્વને જાણી શકતા નથી. ગુરુગમ વડે પાત્રતા અનુસાર નિશ્ચયનયને અને વ્યવહારને જાણવા. કોઈ એક નયના આધાર પર તત્ત્વનો નિર્ણય કરવો યથાર્થ નથી. [૭૦] જ્ઞાનશર્વિઘાનાં તત્ત્વમેતવનર્થ |
अशुद्धमन्त्रपाठस्य फणिरत्नग्रहो यथा ॥ १९४ ॥ મૂલાર્થ : જેમ અશુદ્ધ મંત્ર ભણનાર પુરુષને શેષનાગનું પક્વવું અનર્થકારી છે, તેમ જ્ઞાનના એક લેશથી દુર્વિગ્ધ પુરુષને આ તત્ત્વ અનર્થકારી છે.
ભાવાર્થ જેમ અશુદ્ધ મંત્રોચ્ચાર વડે શેષનાગને પકડવો મનુષ્યને માટે અનર્થકારી છે. તેમ જ્ઞાનના મદવાળા કે અલ્પતાવાળા કહેવાતા પંડિતો માટે આ આત્મતત્ત્વ અનર્થકારી છે. [૭૨] વ્યવહારવિનિષ્ણાતો ય શીક્ષતિ નિશ્ચય |
વાસરિતરણ શક્તઃ સાપ સ તિતીર્ષતિ / 9૧૬ મૂલાર્થઃ વ્યવહારને વિષે અનિપુણ એવો જ પુરુષ નિશ્ચયને જાણવાની ઇચ્છા કરે છે, તે પુરુષ તળાવને કરવામાં અશક્ત છતાં દરિયાને તરવાની ઇચ્છા કરે છે.
ભાવાર્થ જેમ તળાવને તરવાને અસમર્થ માનવ દરિયો ખેડવાનું સાહસ કરે તો તે શક્ય નથી. તેમ વ્યવહારનયને હજી જેણે જાણ્યો કે અનુભવ્યો નથી તેવો મનુષ્ય જો નિશ્ચયતત્ત્વને જાણવા ઇચ્છે તો તે મૂર્ખતા છે. જેમ નિશ્ચયનય વગર તત્ત્વની સિદ્ધિ નથી તેમ વ્યવહારનય વગર નિશ્ચયનયને અનુસરવું શક્ય નથી. [૭૨] વ્યવહાર વિનિશ્ચિચ તતઃ શુદ્ધનરાશ્રિતઃ |
आत्मज्ञानरतो भूत्वा परमं साम्यमाश्रयेत् ॥ १९६ ॥
આત્માજ્ઞાનાધિકાર : ૪૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org