________________
ગ્રંથકારની વિશાળતા અને શાસ્ત્રદોહન
શ્રી અધ્યાત્મસાર એટલે ઘણા આધ્યાત્મિક ગ્રંથોના સત્ત્વનો સાર. જેમાં લગભગ સહસ્ર શ્લોકોનું નિરૂપણ છે. ગ્રંથકારનો પરિશ્રમ અનુપમ છે. લગભગ પચાસ ઉપરાંત ગ્રંથોના સારભૂત શ્લોકોનું દોહન કરીને આ ગ્રંથના રહસ્યનું સમર્થન કર્યું છે. જેમાં જૈન જૈનેતર ગ્રંથોનું અત્યંત વિશદતાથી અને ઉદાર ચિત્તે યથાર્થ નિરૂપણ કર્યું છે. વળી આત્મનિશ્ચય જેવા અધિકારમાં દિગંબરીય શાસ્ત્ર સવિશેષ શ્રી સમયસાર ગ્રંથના શ્લોકો દ્વારા આત્માનું નિશ્ચયાત્મક સ્વરૂપ સૌમ્યભાવે જણાવ્યું છે. સાથે તે તે ગ્રંથોના વ્યવહારધર્મનું પણ યથાર્થ નિરૂપણ કર્યું છે.
જે જે ગ્રંથોનો આધાર લીધો છે, તે જોતાં લાગે છે કે ગ્રંથકારે આવા ગહન ગ્રંથોનો પરિચય કરવા ક્યાં ક્યાંથી તે મેળવ્યા હશે ? ક્યાં બેસીને તેનો અભ્યાસ કર્યો હશે ? તેમના પરિશ્રમ માટે અત્યંત આદર ઊપજે છે.
આપણા જેવા જિજ્ઞાસુ વાચકને તો તૈયાર પીરસેલું ભાણું જ મુખ આગળ આવ્યું છે. છતાં જો આવા ગ્રંથનો પરિચય ન પામીએ કે પરિશીલન ન કરીએ તો તે આપણો પ્રમાદ છે. ગુરુકૃપાએ પ્રમાદ ત્યજીને આ ગ્રંથનું પરિશીલન કરી કૃતાર્થ થઈએ. અંતમાં ગ્રંથકાર આ મહા પરિશ્રમને આનંદમાં પરિવર્તિત કરે છે કે ગુરુકૃપાએ આ રચના કરીને મને આનંદ પ્રાપ્ત થયો છે, તેમ સૌને આનંદ આપનાર થાઓ.
વળી આ ગ્રંથમાં આધાર લીધેલા પચાસ ગ્રંથોને સંશોધન પૂ. ચંદ્રશેખરજીએ કર્યું છે. અને ગ્રંથમાં ભાવાનુવાદમાં તેનો વ્યવસ્થિત ઉલ્લેખ કર્યો છે.
આપણને તો એક શાસ્ત્રમાં અનેક શાસ્ત્રોનું સત્ત્વ-દોહન જ મળ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org