________________
ધારણ કરનારો વૈરાગ્ય પણ પ્રવર્તે છે.
ભાવાર્થ : સાંસારિક પદાર્થોની ભોગેચ્છાના દોષરહિત શુદ્ધબુદ્ધિ વડે ઉત્કૃષ્ટ વૈરાગ્યનો ભાવ દૃઢ કર્યો છે, અર્થાત્ તેવા શાંત રસરૂપ પરિણામમાં જેણે સુખ જાણ્યું છે. તેવા યોગીને આત્માના તપાદિ વડે ઉત્પન્ન થયેલી લબ્ધિઓ છતાં નિઃસ્પૃહતા વર્તે છે, તેમનો વૈરાગ્ય અત્યંત ઉત્કૃષ્ટ છે.
[२०५] विपुलर्द्धिपुलाकचारण
प्रबलाशीविषमुख्यलब्धयः । न मदाय विरक्तचेतसा - मनुषङ्गोपनताः पलालवत् ॥ २३ ॥ મૂલાર્થ : અનુષંગથી (અન્યને લગતું) પ્રાપ્ત થયેલી વિપુલલબ્ધિ, પુલાક, ચારણ અને પ્રબલાશીવિષ વગેરે લબ્ધિઓ અનાજના ફોતરાની જેમ વૈરાગ્યવંતના મદને માટે થતી નથી.
ભાવાર્થ : જેમ ઘઉં આદિ ધાન્યની ખેતી કરતાં ન ઇચ્છવા છતાં પ્રથમ ઘાસ ઊગે છે, ખેડૂત તેને ઉખાડી ફેંકી દેતો નથી. ધાન્યના દાણા બેસતાં પહેલાં અનાજનો એવો પ્રકાર છે. તે પ્રમાણે મોક્ષના લક્ષ્ય જ્ઞાન, તપ, સંયમ આદિના અનુષ્ઠાન કરતાં ન ઇચ્છવા છતાં લબ્ધિઓ પ્રગટ થાય છે.
અર્થાત્ તેવા સંયમીને મનના ભાવ જાણવાવાળું મન:પર્યવજ્ઞાન ચક્રવર્તીના સૈન્યને મસળીને ચૂર્ણ બનાવી દે તેવી લબ્ધિ, કરોડો યોજન સુધી વાહનરહિત આકાશગમન કરવાની બંધાચારણ લબ્ધિ, માત્ર શાપ આપીને ભસ્મ કરવાની પ્રબલાશીવિષ લબ્ધિ વગેરે તથા મણિ, મંત્ર કે તેવા ચમત્કારિક ઔષધિઓ મળવી. છતાં વિરક્ત મનવાળા યોગીઓને આવી લબ્ધિઓથી ચિત્તમાં ગર્વ પેદા થતો નથી. તેઓ એ લબ્ધિ આદિને તૃણની જેમ તુચ્છ માને છે, અને પ્રાયે તેનો ઉપયોગ કરતા નથી. એનો ઉપયોગ કરવો તે તેમને માટે પ્રમાદદશા છે.
[૨૦૬] નિતાતિશયોઽપિ ઝોપિ નો, વિવુધાનાં મનમુત્રનઃ । अधिकं न विदन्त्यमी यतो, निजभावे समुदञ्चति स्वतः ॥ २४ ॥ મૂલાર્થ : અતિશય પામેલો કોઈ પણ ગુણસમૂહ પંડિતોને મદકારક
Jain Education International
૧૧૨ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org