________________
નથી, પણ અનુમાનથી કહી શકાય કે, સર્વદેવ ઘણા વર્ષોથી ધારામાં આવી રહ્યા હશે, આ હિસાબે આ બંને તેમના પુત્રોનો જન્મ ધારામાં થયો હોય એમ લાગે છે.
ધારાનગરી
15
જે વખતે રાજા ‘ભોજ' માળવાનું રાજ્ય કરતો હતો તે વખતની ‘ધારા' નગરી ઘણી જાહોજલાલીવાળી હતી. અનેક વીરો, વિદ્વાનો અને ધનાઢ્યોથી તે નગરી શોભી રહી હતી. વિદ્યાના સુગંધી વાતાવરણથી મહેકી રહી હતી. દેશ વિદેશના નામી પંડિતોનો ત્યાં ગર્વ ઉતરી જતો હતો. સારા વિદ્વાન્ કવિઓને લાખોનાં ઈનામ અને મોટી ઈજ્જત એનાયત કરવામાં આવતાં હતાં. સરસ્વતી અને લક્ષ્મી બન્નેનો ત્યાં સાથે વાસ હતો.
રાજા ‘ભોજ’ કેવળ યોગ્ય રાજા જ નહિ પણ, એક અઠંગ વિદ્વાન્ અને રસિક કવિ પણ હતો કે જેના વ્યાકરણની ઈચ્છાથી ગુજરાતના રાજા સિદ્ધરાજજયસિંહે શ્રી હેમચંદ્રાચાર્યને પ્રાર્થના કરી ‘સિદ્ધહેમવન્દ્રશાનુશાસન’' બનાવરાવ્યું. (જૂઓ આ વ્યાકરણની મારી પ્રસ્તાવના). તે સાચા વિદ્વાનોનો પોષક અને અનુમોદક હતો; તેથી સર્વદેવ પંડિત આ નગરીમાં રહેતો હતો. આવા વિદ્યાવ્યાસંગના સ્થાનમાં રહેવાથી તેના બન્ને પુત્રોને પણ વધારે અનુભવ મેળવવાનો અવસર મળી આવ્યો. ધનપાળ અને શોભનને તેના પિતા પાસેથી પરંપરા પ્રાપ્ત વિદ્યા તો મળીજ હતી; પણ સાથે સાથે ત્યાંના જુદા જુદા પંડિતોના સમાગમથી તેમની વિદ્યામાં ઘણો સારો વધારો થયો. ધીમે ધીમે આ બન્ને ભાઈઓએ પોતાની પ્રતિભાથી ધારાના પંડિતો અને ભોજરાજાના હૃદયમાં માનવંતુ સ્થાન મેળવ્યું. તેઓ બન્ને આખા ય માલવાના પંડિતોમાં પંકાવા લાગ્યા.
દટાયેલું ધન મળ્યું.
વિદ્વાનો માટે ઘણે ભાગે હંમેશાં બને છે તેમ સર્વદેવ પંડિત ઉપર લક્ષ્મીદેવી પ્રસન્ન ન હતાં. તેના પિતાએ ઘરમાં પુષ્કળ ધન દાટ્યું હતું, પરન્તુ તે કયે સ્થળે દાઢ્યું છે ? તેની ખબર સર્વદેવને નહિ હતી. તે પોતાના ઘરમાં દટાયલું ધન મેળવવા ચાહતો હતો. એક દિવસે તપસ્તેજ અને વિદ્વત્તાથી શોભતા ‘શ્રીમહેન્દ્રસૂરિ' ધારામાં આવ્યા. તેમના મહિમા અને પાંડિત્યાની વાત રાજા પ્રજા અને પંડિતોમાં ફેલાઈ. સર્વદેવે આ આચાર્યનો સમાગમ કર્યો. આચાર્ય ઉપર તેનો પ્રેમ અને વિશ્વાસ વધતો ગયો. આચાર્ય આગળ તેણે પોતાની ગરીબાઈની વાત કાઢી પોતાના ઘરમાં દટાએલ ધનને બતાવવા સાગ્રહ વિનતિ કરી. તે આચાર્યે તેના ઘરમાં દટાયેલ ધન બતાવ્યું. સૂરિજીએ બતાવેલા સ્થળમાં સર્વદેવને મોટી ધનરાશિ પ્રાપ્ત થઈ. ધનના આનંદથી તે ગાંડો ઘેલો થઈ ગયો. ધન અગ્યારમો પ્રાણ છે. બાળકથી વૃદ્ધ, મૂર્ખથી પંડિત, બધાય જેની રાતદિવસ ઝંખના કરે છે તેનાથી કેમ આનંદ
ન થાય ?
સર્વદેવ, પંડિત હોવા સાથે પૂરેપૂરો કૃતજ્ઞ હતો. સૂરિજીના ઉપકારનો બદલો આપવા તે ચાહતો હતો. તેણે મળી આવેલા ધનનો અર્ધો ભાગ લેવા સૂરિજીને પ્રાર્થના કરી, પણ તેઓ તો પંચમહાવ્રતધારી જૈનાચાર્ય હતા. પરિગ્રહથી તદ્દન દૂર રહેનાર નિગ્રન્થ; ધનને શું કરે ? એક કોડી પણ સૂરિજીએ
૧
પ્રબંધચિંતામણિમાં વર્ધમાનસૂરિ આવ્યાનું લખ્યું છે, તેની આલોચના આગળ કરીશું.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org