________________
મહાકવિ શોભનમુનિ
અને તેમની કૃતિ કવિ’ જગત્ની એક અનેરી વિભૂતિ છે. કવિત્વ શક્તિ કુદરતની અપૂર્વ બક્ષિસ છે. હજારો ધનાઢ્યો કે રાજાઓ જગતને જે લાભ ન આપી શકે તે લાભ ધારે તો એક સાચો કવિ આપી શકે છે. કવિને ‘કવિત્વ શક્તિ” શોધવા જવું પડતું નથી. સ્વયમેવ તે શક્તિ સાચા કવિને વરવા આવે છે. આવી કુદરતી કવિજ જગતને અવનવો આનંદ આપી શકે છે. કવિ જગના ગમે તેવા પદાર્થોનું સૂક્ષ્મતમ નિરીક્ષણ કરી તે પદાથોને પોતાની કલ્પના શક્તિથી વર્ણવી સુંદર બનાવે છે, અને તે દ્વારા તેમાં તે અનેરો રસ ઉત્પન્ન કરે છે. એ જ કવિની ખરી ખૂબી છે. ‘જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ એ લોક કહેવતની પણ આવા કવિ માટે જ સાર્થકતા ગણી શકાય.
જેમ એક રાજા કે ધની અમુક દેશ કે કાળને માટે જ સરાયેલો હોય છે; તેમ કવિ નથી હોતો. સાચો કવિ તો તમામ જગતું અને બધા કાળ માટે સરજાયેલો હોય છે, કેમકે તે પોતાના યશ:શરીરથી સદા જીવતો જાગતો રહી, પોતાની પાછળ મુકેલી કૃતિનો લાભ જગતને સતત આપતો જ રહે છે. કવિ મનુષ્યલોકમાં પણ પોતાની અનુપમ પ્રતિભાથી સાક્ષાત્ સ્વર્ગનો અનુભવ કરી; બીજાને પણ તેનો સાક્ષાત્કાર કરાવવામાં સમર્થ હોય છે. આવો જ કવિ સાચો કવિ કહી શકાય, અન્યથા વય: પય: મૃતા:' (કવિઓ વાંદરા છે.) ની કહેવત લાગુ પડે.
આવા કુદરતી જન્મસિદ્ધ શ્રેષ્ઠ કવિઓ આ ભારતમાં થતા આવ્યા છે, તેમાં જૈનોએ મોટો હિસ્સો આપ્યો છે. દરેક જમાનામાં હિન્દની એકેએક ભાષામાં જૈન મુનિઓ અને ગૃહસ્થોએ સુંદરતમ કાવ્ય રચના કરી જગતને ચકિત કરી નાખ્યું છે. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અને કાનડી ભાષામાં તો કેટલાક જૈન કવિઓનું નામ અઢારમી સદી સુધી મોખરે રહ્યું છે. શોભન મુનિનું શ્રેષ્ઠ કવિત્વ.
આપણા પ્રસ્તુત સ્તુતિકાર આ “શ્રી શોભન મુનિ' પણ તેના વિશેષ કુદરતી કવિઓ પૈકીના એક શ્રેષ્ઠ કવિ હતા; એમ માનવામાં તેમની ઉપલબ્ધ એક જ ‘નિસ્તુતિવતુર્વિશતિ' કૃતિ આપણને પ્રેરે છે. તેમની બીજી કૃતિઓ જડી નથી, અને કદાચ તેમણે ન પણ બનાવી હોય; છતાં પ્રસ્તુત કૃતિથી જ તેમને શ્રેષ્ઠ કવિ કહેવામાં કોઈપણ જાતનો વાંધો નથી.
જેમનાં ઘણાં કાવ્યો મળતાં હોય તે જ મોટા કવિ છે' આવી માન્યતા સાચી નથી. પોતામાં કવિત્વ શક્તિ સારામાં સારી હોવા છતાં કેટલાક મહાકવિઓ ગમે તે કારણે એક પણ કાવ્ય કે મહાકાવ્ય બનાવ્યા વગર જ આ જગતુ છોડીને ચાલ્યા જાય છે, કેટલાક બીજા વિષયના ગ્રંથો બનાવવામાં આનંદ કે લાભ માની કાવ્યના ગ્રંથો થોડા બનાવે છે. અથવા બનાવતા ય નથી. આવા અનેક દાખલા મળે છે. આવી અવસ્થામાં તેવા કુદરતી કવિઓને આપણે “કવિ નહિ માનીએ તો એક મોટી
છા પડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org