SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ગુર-ગુણ-અમૃત-અંજલિ त्वदीयं तुभ्यं समर्पयामि । જેઓ સંસારીપણે લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સીટીમાં CAની સમકક્ષ બેકીંગની પરીક્ષામાં first class આવેલ હતા. જેઓ ભરયુવાનવયમાં દીક્ષિત બન્યા હતા. જેઓ પ.પૂ. ગુરુદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. ના સાંનિધ્યમાં જીવનભર રહેવા દ્વારા “આજીવન અંતેવાસી” બન્યા હતા, તેઓની તનતોડ સેવા કરી અને તેઓના ‘પરમકૃપાપાત્ર’ બન્યા હતા. જેઓ વર્ધમાન તપની ૧૦૮ ઓળી કરવા દ્વારા “વર્ધમાન તપોનિધિ' બન્યા હતા. જેઓ ન્યાય દર્શનનો ઊંડો અભ્યાસ કરી “ન્યાય વિશારદ” બન્યા હતા. જેઓ ન્યાય-વ્યાકરણ-કર્મગ્રંથો-યોગગ્રંથો-આગમગ્રંથો-સાહિત્યગ્રંથોના તલસ્પર્શી અભ્યાસ કરી ‘મહાવિદ્વાન્ બન્યા હતા. જેઓ પદ્દર્શનના સાંગોપાંગ ખેડાણથી “તર્કસમ્રાટ' બન્યા હતા. જેઓ ૪૫ આગમ ગ્રંથોના સંપૂર્ણ અધ્યયન દ્વારા આગમજ્ઞ’ બન્યા. જેઓ વિદ્વાન-સંયમી-આચારસંપન્ન એવા ૨૫૦ જેવા શિષ્યોના પરમતારક ગરદેવ અને વિજય પ્રેમસૂરિસમુદાયના મહાન ગચ્છાધિપતિ બન્યા હતા. જેઓ બેજોડ વિદ્વાન હોવાની સાથે ‘પરમગીતાર્થ’ હતા. જેઓ અનેક અંજનશલાકાઓ-પ્રતિષ્ઠાઓ-છ'રી પાલિત સંઘો ઉપધાનો-દીક્ષાઓ ઊજમણાઓ વિગેરે શાસનના કાર્યો કરાવવા દ્વારા ‘પરમ શાસનપ્રભાવક બન્યા હતા. જેઓ શાસ્ત્રશુદ્ધ અને વૈરાગ્યનિતરતી દેશના દ્વારા ભારતભરના સંધો અને લોકહૃદયના ‘આસ્થાકેન્દ્ર બન્યા હતા. જેઓ પૂ. પ્રેમસૂરિ મ. ના અંતર આશિષથી પ્રારંભાયેલ યુવાનોની કાયાપલટ કરતી યુવા શિબિર ના ‘આદ્ય પ્રણેતા’ હતા. જેઓ પરમાત્માના પરમ ભક્ત’ હતા. જેઓ કટ્ટર ‘આચાર સંપન્ન’ હતા. જેઓ નિર્દોષ જીવનચર્યાના આગ્રહી હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004895
Book TitleShobhan Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy