________________
કિંચિદ વક્તવ્ય
pક વહુ
જન દર્શનમાં વૈરાગ્યની સામગ્રી
જૈન દર્શન એ વીતરાગે પ્રરૂપેલે માગે છે એટલે એમાં વૈરાગ્યને પ્રધાન પદ આપેલું જણાય તે સ્વાભાવિક છે. સાચી કે કાલ્પનિક જૈન કથાઓનું ધ્યેય પ્રાયઃ અશુભ કર્મના કટુ વિપાકનું આબેહુબ ચિત્ર આલેખવાનું હોઈ વાર્તાઓમાં છેવટે પૂર્વ ભવન વૃત્તાન્તને ઉલેખ નજરે પડે છે. આ રજુ કરવામાં ચેતન ચેતીને ચાલે અને તેમ થતાં તે સાંસારિક ઉપાધિઓથી મુક્ત થાય એ ઉદેશ કથાકાર હોય એવું અનુમાન કરાય છે. આવી પરિસ્થિતિમાં વૈરાગ્યની ભાવનાને પુષ્ટ કરનારી–– અધ્યાત્મ-દશાને વિકસિત કરનારી સામગ્રીની જૈન સાહિત્યમાં સુલભતા જણાય છે તેમાં શું આશ્ચર્ય ? કિન્તુ અધ્યાત્મવિષયક ગ્રન્થને બાજુ ઉપર રાખીએ અને જેમના નામમાં પણ વૈરાગ્ય પદ ગુંથાયેલું હોય એવા ગ્રન્થોની તપાસ કરીએ તો તેની સંખ્યા અતિશય અલ્પ નજરે પડે છે. વૈરાગકુલક, શતાર્ધિક શ્રીસેમપ્રભસૂરિકૃત શગાવૈરાગ્યતરંગિણી તેમજ શ્રી દિવાકરમુનિકત શંગારરાગ્યતરંગિણી તે નાની નાની કૃતિઓ છે. પ્રઢ અને પાણ્ડિત્યપૂર્ણ કૃતિ તરીકે તે ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહામહોપાધ્યાય શ્રીયશવિજયગણિએ રચેલી વૈરાગ્યકપલતાને જ નિર્દેશ કરી શકાય તેમ ભાસે છે. મુનિવર શ્રીસિદ્ધર્ષિકૃત ઉપમિતિભવપ્રપંચા કથાની રૂપક–પદ્ધતિ આમાં દૃષ્ટિગોચર થાય છે. ભાષાંતર સહિત અને પૂર્વાર્ધ . સ. ૧૯૦૧ માં બહાર પડ્યો હતે તેને આજે આટલાં બધાં વર્ષ થઈ ગયાં તે પણ તેને અપૂર્ણ વિભાગ પ્રસિદ્ધ થયે નથી એ ખેદકારક કથની છે. આ દિશામાં પ્રયાસ કરવાની મારી પૂરેપુરી ઉમેદ હતી અને છે, છતાં તે માટે સુગ નહિ મળવાથી તે પાર પડી નથી. પ્રસ્તુત વૈરાગ્યરસમંજરીના અનુવાદાદિનું કાર્ય હાથ ધરતાં પૂર્વ એ સંબંધમાં શ્રી વિજયલબ્ધિસૂરિનું તેમજ આ પુસ્તકના પ્રકાશકનું ખાસ ધ્યાન મેં ખેંચ્યું હતું, પરંતુ પ્રસિદ્ધિ માટે દ્રવ્યાદિની યથેષ્ટ અનુકૂલતા નહિ હોવાથી એ વિચાર સક્રિય થતું અટક્યો.
૧ આ મદીય અનુવાદ અને સ્પષ્ટીકરણ પૂર્વક “જૈન સ્વયંસેવક મંડળ” ઇર તરફથી ઇ. સ. ૧૯૨૩ માં પ્રસિદ્ધ થયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org