________________
ગુચ્છક ]
સાનુવાદ આ તરફ હરિવહન સમ્યક્ત્વ પૂર્વક શ્રાવક-ધર્મ પાળે છે. એમ કરતાં કરતાં હજાર વર્ષ વીતતાં એક દિવસ કઈ કેવલજ્ઞાની મુનિરત્ન તેના નગરના ઉદ્યાનને અલંકૃત કર્યું. પરિવાર સહિત રાજા ત્યાં ગયો અને તેણે એ મુનીશ્વરની મધુર અને ભવતારિણી દેશના સાંભળી. દેશના પૂર્ણ થતાં હરિવાહને મુનિરાજને પૂછયું કે મારું આયુષ્ય કેટલું બાકી છે? સવારે ઉત્તર આપ્યું કે નવ પહોર જેટલું. આ સાંભળીને રાજા કંપવા લાગ્યો. મારી શી ગતિ થશે એ વિચારે તેને મુંઝવી નાંખે. સર્વરે તેને કહ્યું કે ચિંતા ન કર; જે તારે તારી જાતને ઉદ્ધાર કરવો હોય તે તું ભાગવતી દીક્ષા લે; કેમકે કહ્યું પણ છે કે – ___ अंतोमुहुत्तमित्त, विहिणा विहिया करेइ पबज्जा।
दुक्खाणं पज्जतं, चिरकालकयाइ किं भणिमो ?" અર્થાત માત્ર અંતમુહૂર્ત સુધી પણ જે દીક્ષા વિધિ પૂર્વક પળાય તે તે દુઃખને અંત આણે છે, તે પછી ઘણા કાળ સુધી જે દીક્ષા પળાય તેના લાભ વિષે તે કહેવું જ શું?
આવાં વચન સાંnળી રાજા સંસારથી ઉગ પામ્યું. તેણે સ્વસ્થાને આવી પિતાના પુત્ર વિમલવાહનને રાજ્ય સંપ્યું. પછી પિતાના બે મિત્રો તેમજ પત્ની સાથે સર્વજ્ઞની પાસે ભાવથી દીક્ષા લીધી. આ ગુરુદેવે તે મને ઉગારી લીધે એવી નિર્મળ ભાવના ભાવતા તેમજ સંસારની અસારતા અને અનિત્યતા ચિતવતા આ રાજર્ષિએ વખત પસાર કરવા માંડ્યો. એક વેળા માથામાં વેદના થઈ આવી, પરંતુ તેના ઇલાજનો વિચાર ન કરતાં તેઓ તે અશરણત્વ, એકત્વ ઈત્યાદિ ભવનાશિની ભાવના ભાવવામાં મગ્ન રહ્યા અને કાળ કરી સર્વાર્થસિદ્ધ માં ઉત્પન્ન થયા. આ પ્રમાણે નિર્વેદના પ્રભાવથી તેઓ એકાવતારી અહમિન્દ્ર બન્યા. અહીંથી “વિદેહ ક્ષેત્રમાં અવતાર લઈ તેઓ અજરામર પદને પામશે. નિવેદ હો તે આવો હાજે. પદ્રશેખરનું ઉદાહરણ–
પૃથ્વીપુર માં પશેખર નામે રાજા રાજ્ય કરતે હતા. શ્રીવિયંધર સૂરિ પાસેથી જૈન દર્શનનું સ્વરૂપ સમજી તે ધર્મચુસ્ત બ હતો, દરરોજ ૧ આથી નિમ્નલિખિત પવની સત્યતા સમજાશે -
“ મહતવાસ્થાચિતં મૃત્યું, ચરિ vઈ ગરઃ !
માદારોડપિ ન વેર, મુતાવારિતા ? ” ૨. છાયા
अन्तर्मुहर्तमात्रं विधिना विहिता करोति प्रव्रज्या । दुःखानां पर्यन्तं चिरकालकृताया: कि भणामः ? ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org