________________
વિરાગ્યરસમજી
[ પંચમ તે અનંગલેખાના હાથમાંથી ઝુંટવી લીધું એટલે તેણે પારાવાર રુદન કર્યું. તેને દિલાસે આપવા તેમણે પટ પાછું આપ્યું અને પિતાની ઓળખાણ પણ કરાવી. તેની સાથે મસલત કરી તેઓ તેનાથી છૂટા પડ્યા.
તેઓ રાજા પાસે આવ્યા એટલે રાજાએ તેમને વશીકરણ વગેરે વિદ્યા એના જાણકાર જાણે એકાન્તમાં લઈ જઈ અનંગલેખાને સદાને માટે વશ કરી આપવા કહ્યું. તેમણે રાજાને ચૂર્ણ આપ્યું અને કહ્યું કે આનું તિલક કરી તમે તે લેય-તિલક તરુણી પાસે જશે તે તે તમારે બોલ ઉથાપશે નહિ. રાજાએ તે તરત જ તેમ કર્યું અને આ અનંગલેખાએ સંકેતાનુસાર તેની પ્રતિ એ પ્રેમ દર્શાવ્યું કે કામાંધ રાજા ભાન ભૂલી ગયે. રાજાને વિશેષમાં તેણે નિવેદન કર્યું કે હું આપને સ્વાધીન જ છું એમ આપે સમ, જવું, પરંતુ મેં “અષ્ટાપદ તીર્થની યાત્રા કર્યા પછી જોજન કરવાને અભિગ્રહ લીધે છે તે આપ પૂર્ણ કરાવે. આ દુષ્કર કાર્ય કેમ કરવું એ વિચારથી રાજા મુંઝાતું હતું, પરંતુ પેલા બે મિત્રોએ વિમાન બનાવી રાજાના કેડ પૂરા પાડવા સૂચવ્યું. રાજાએ અધીરા થઈ કહ્યું કે તમે આજે ને આજે, હમણ ને હમણું અનંગલેખાને વિમાનમાં બેસાડી તેની ઈચ્છા પૂર્ણ કરે.
આ પ્રમાણેને આદેશ મળતાં બે મિત્રોએ વિમાન બનાવ્યું અને અને ગલેખાને તેમાં બેસાડી તેઓ ડે ઊંચે ઉડવા. રાજાએ કહ્યું કે વહેલા આવશે. આ મિત્રએ જવાબ આપે કે આશા રાખશો નહિકેમકે અમે હરિયાહન રાજાના મિત્રો છિયે અને એથી કરીને અનંગલેખાને લઈ ચાલ્યા જઈએ છિયે. એને હવે પાછા મળવાના મને તારા મનમાં જ મરી જાઓ. રાજા ગુસ્સે થયા અને પિતાના બાણાવલીઓને બાણથી આને વીંધી નાખવા હુકમ કર્યો. આ તરફ ઘેર યુદ્ધ થયું, પરંતુ તેમાં રાજા હાર્યો અને તેની બે પુત્રીઓને આ મિત્રે ઉપાડી ગયા તે વધારામાં.
આકાશમાગે તેઓ ઝટ હરિવહન પાસે આવી પહોંચ્યા. એકાએક પ્રિય પત્નીને તેમજ દિલોજાન દોસ્તદાને સમાગમ થવાથી હરિવાહનના હર્ષનો પાર રહ્યો નહિ. તેણે પેલી બે કન્યાઓ પૈકી એક એક પિતાના આ પરમ મિત્રોને પરણાવી. ભેગા મળી પરસ્પર સુખદુઃખની વાર્તા કરી તેમણે એ આનંદ અનુભવ્યું કે તેનું વર્ણન જ ન થઈ શકે
વખત જતાં આ ત્રણે મિત્રોના માબાપે તેમને પિતાના નગરે પાછા બોલાવી લીધા. ઇન્દ્રદત્ત રાજાએ હરિવહનને ગાદીએ બેસાડી આર્યસમુદ્ર મુનીશ્વર પાસે દીક્ષા લઈ આત્મ-કલ્યાણ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org