________________
ગુરછક ]
સાનુવાદ
૪ર૭
ઘી-પરિચયથી ઋષિદના પણ મિથ્યાદષ્ટિ બની ગઈ; કેમકે શું સુવર્ણ અગ્નિના સંગથી તદ્રુપ બની જતું નથી કે ? ઋષિદરાના માબાપને ખબર પડી કે પિતાની પુત્રીએ જૈન ધર્મ ત્યજી દીધો છે એટલે એની સાથે પત્રવ્યવહાર પણ તેમણે બંધ કર્યો.
કાલાંતરે ઋષિદત્તાએ એક પુત્રને જન્મ આપ્યો. એનું નામ મહેશ્વરદત્ત રાખવામાં આવ્યું. આ તરફ મહેશ્વરદત્તના મામા સહદેવની ભાર્યા સુદરાને પેટે એક પુત્રી-રત્નને જન્મ થયો. એનું નામ નર્મદાસુન્દરી પાડવામાં આવ્યું. વૈવન પ્રાપ્ત થતાં તે આ કન્યાનું રૂપ અતિશય મનહર બની ગયું. એના રૂપની અનેક સ્થળે તારીફ થવા લાગી. એ વાત એક દહાડે ઋષિદત્તાને કાને પડી. આ સાંભળીને તેને ઘણું દુઃખ થયું, કેમકે તે વિચારવા લાગી કે મેં જૈન ધર્મને ત્યાગ કર્યો છે એટલે મારા જેવી નિર્ભાગ્યના પુત્રને આ કન્યા કેણ આપે ? તેને વિલાપ કરતી જોઈ મહેશ્વરદત્ત પિતાના પિતાને કહ્યું કે મને મારે સાળ મોકલે તે વિનયાદિથી મારા સ્વજનેને રંજિત કરી નર્મદાસુન્દરીનું પાણિગ્રહણ કરી હું મારી માતાના શોકને દૂર કરું. માતાપિતાની અનુજ્ઞા મેળવી મેટી ધામધૂમ પૂર્વક તે પિતાના માતામહને ઘેર આવી પહોંચે. ત્યાં તેણે માતામહાદિને વિનય સાચવવામાં જરાએ ખામી આવવા દીધી નહિ. આથી તેઓ એના ઉપર પૂર્ણ સ્નેહ રાખવા લાગ્યાં. મહેશ્વરદત્તે નર્મદા સુન્દરી સાથે પોતાનું લગ્ન કરવા કહ્યું ત્યારે તેને જવાબ મળે કે તારા પિતાએ અમને ઠગ્યા અને વળી તારી માતા પણ એ શઠની સોબતથી મિથ્યાત્વી થઈ તો અમારી આ ગુણવતી, શીલવતી, રૂપવતી, જૈનધર્મી નર્મદાસુન્દરીને તારા જેવા મિથ્યાત્વીને આપીને શું અમે અમારા હાથે પગમાં ફરીથી કુહાડે મારીએ? આ પ્રમાણેના પ્રશ્ન- ઉત્તર ઘણી વાર થતા. વખત જતાં મહેશ્વરદત્તનું ચિત્ત જૈન ધર્મ તરફ ઢળ્યું અને નર્મદાસુન્દરી દ્વારા તે પ્રતિબોધ પામ્યા. ધીરે ધીરે તે ચુસ્ત શ્રાવક બને. તેને પરમ આહંત બનેલો જાણું અને ધર્મભ્રષ્ટ નહિ થાય તેની પૂર્ણ પ્રતીતિ થતાં એના મામાએ પિતાની પ્રિય પુત્રી સાથે એનું લગ્ન કર્યું. થોડા દિવસ બાદ પોતાના સ્વજનની રજા મેળવી મહેશ્વરદત્ત નર્મદાસુદરીને સાથે લઈને પિતાને ઘેર આવ્યા. પોતાને મને રથ સિદ્ધ થયેલ જેઈ ઋષિદત્તાના આનંદને પાર રહ્યો નહિ. ધીરે ધીરે નર્મદાસુન્દરીએ પિતાનાં સાસુ સસરાને પિતાના ગુણે વડે વશ કર્યો અને તેમને જૈન ધર્મમાં દઢ બનાવ્યાં. આ પ્રમાણે ઉભય કુલ ઉદ્ધારિણીને હાથે ઋષિદત્તા ફરીથી આહંત ધર્મ પામી અને તે તેમજ તેને પતિ પણ સાચા જૈન ધમી બન્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org