________________
ગુચ્છક ].
સાનુવાદ પ્રધાનનું સંમાન કરી પિતાના પુત્રને મંત્રી, સામતિ વગેરેની સાથે લગ્ન માટે વિદાય કર્યો.
રસ્તામાં “સિદ્ધપુર” નામના ગામમાં રાત્રે એકાએક ભુવનતિલકને મૂર્છા આવવાથી તે અચેતન થઈ ગયું અને તેની વાચા પણ બંધ થઈ ગઈ. આથી મંત્રી પ્રમુખના તે હો કેસ ઉડી ગયા; ઘણાએ ઉપાય કર્યા, પરંતુ તેને કરાર વન્ય નહિ.
આ સમયે પાસેના ઉદ્યાનમાં એક મહાત્માને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવેએ સુવર્ણ-કમલની રચના કરી એટલે તેના ઉપર બેસીને કેવલીએ અનુપમ દેશના દીધી. અંતમાં રાજકુમારના કંઠીરવ નામના મંત્રીએ રાજકુમારને દર્દ મટશે કે નહિ અને તેને આવું અચાનક દુઃખ આવી પડવાનું શું કારણ છે તે સર્વજ્ઞને પૂછ્યું. કેવલીએ કહ્યું કે “ધાતકી” ખંડના “ ભરત ” ક્ષેત્રમાં
ભુવનાગાર” પુરમાં એક આચાર્ય પિતાના અવિનયી અને મુનિઓના શત્રુ એવા ઇન્દ્રદત્ત શિષ્યને પાસે બેસાડી વિનય સાચવવાની શીખામણ દેતા હતા, પરંતુ જેમ સર્ષને દૂધ પણ ઝેરરૂપે પરિણમે તેમ આ શિક્ષાથી પિતાનું હિત સાધવાને બદલે ઇન્દ્રદત્ત તે આચાર્ય અને એની ઉપેક્ષા કરનારા અન્ય મુનિવર્યો ઉપર કપાયમાન થયે. સને મારી નાંખવા માટે જળમાં તાલપુટ ઝેર ભેળવી તે પિતાના ઉપર તહેમત ન આવી પડે એ ઈરાદાથી વનમાં નાસી ગયો. પરંતુ પાપીને કેઈ સ્થળે સુખ મળે કે? ત્યાં એકાંતમાં તે સૂઈ ગયે એટલામાં ચેતરફ આગ લાગી અને તેમાં તે બળી મુએ. અશુભ ધ્યાનને લીધે તે મરીને નરકે ગયે.
અહિંયા આચાર્ય તેમજ મુનિ-મંડળ પેલું પાણી પીવા જાય છે ત્યાં તે શાસન–દેવીએ તેમને તેમ કરતાં અટકાવ્યા. આથી આ પાણી નિવ સ્થળે ઢાળી દઈ બીજું પાણી લાવી તેમણે તૃષા મટાડી.
ઇન્દ્રદત્તને જીવ નરકમાંથી નીકળીને માછલાં વગેરે તરીકે ભ કરી કેક પુણ્યના પ્રભાવથી આ ભુવનતિલક નામનો રાજકુમાર થયા છે. પૂર્વ ભવમાં તેણે મુનિઓની હત્યા ચિંતવી હતી તેથી એ દુર્દશા પામે છે, પરંતુ આ મેં કહેલ વૃત્તાન્ત એને કહેવાથી ભાન આવશે અને એ સાજે થશે. આ સાંભળી મન્વીએ રાજકુમાર પાસે આવી તેને પૂર્વોક્ત વૃત્તાન્ત સંભળાવ્યો. આથી તેને ભાન આવ્યું. વિશેષમાં તેને “તાતિસ્મરણ જ્ઞાન થવાથી કેવલી પાસે આવી તેણે દીક્ષા લીધી.
આ વાતની યશોમતિને ખબર પડતાં તે મૂચ્છિત થઈ ગઈ. પરંતુ જવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org